વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાડેને US President Joe Biden કહ્યું કે, તેઓ ભારતની લોકશાહી Democracy in India યાત્રાના સન્માનમાં લોકો સાથે છે અને બંને દેશો અનિવાર્ય ભાગીદારો છે. બાયડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લગભગ 40 લાખ ભારતીય અમેરિકનો સહિત વિશ્વભરના લોકો 15 ઓગસ્ટના રોજ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની Celebrating 75th Independence Anniversary of India ઉજવણી કરે છે, ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ United States મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના ચિરસ્થાયી સંદેશ દ્વારા સંચાલિત ભારતની લોકશાહી યાત્રાના સન્માનમાં તેના લોકોની સાથે છે.
યાત્રા ચાલુ રાખે છે. હિંસાના સન્માનમાં તેના લોકો સાથે છે.
આ પણ વાંચો US NSAએ સલમાન રશ્દી પરનો હુમલો ભયાનક ગણાવ્યો, હુમલાખોરની ઓળખ થઈ
વ્યૂહાત્મક ભાગીદારી તેમણે કહ્યું કે આ વર્ષે આપણે આપણા મહાન લોકશાહી દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની પણ ઉજવણી કરી રહ્યા છીએ. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ અનિવાર્ય ભાગીદારો છે અને યુએસ ભારત વ્યૂહાત્મક ભાગીદારી કાયદાના શાસન અને માનવ સ્વતંત્રતા અને ગૌરવને પ્રોત્સાહન આપવા માટેની અમારી સહિયારી પ્રતિબદ્ધતા પર નિર્મિત છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોથી અમારી ભાગીદારી વધુ મજબૂત બની છે. અમેરિકામાં વાઇબ્રન્ટ ભારતીય અમેરિકન સમુદાયે અમને વધુ નવીન, સમાવેશી અને મજબૂત દેશ બનાવ્યો છે.
આ પણ વાંચો સલમાન રશ્દીને વેન્ટિલેટર માંથી મળી મુક્તિ, હવે આવી છે તબિયત
લોકશાહી શાસન તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારા વર્ષોમાં, બંને લોકશાહી શાસન આધારિત વ્યવસ્થાના રક્ષણ માટે, વધુ શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાને મજબૂત કરવા, મુક્ત અને ખુલ્લા ઈન્ડો પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવા અને વિશ્વ સામેના પડકારોનો સામનો કરવા માટે એકજૂટ રહેશે.
આ પણ વાંચો WHO એ મંકીપોક્સનું નામ બદલીને નવું નામ રાખ્યું
અભિનંદન પાઠવ્યા અમેરીકાના વિદેસ મંત્રી ટોની બ્લિંકને To US Secretary of State Tony Blink પણ એક અલગ નિવેદનમાં સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પર ભારતના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આ વર્ષ આપણા બંને દેશો માટે ખાસ કરીને અર્થપૂર્ણ છે કારણ કે, આપણે એક મહત્વપૂર્ણ સિદ્ધિની ઉજવણી કરીએ છીએ. રાજદ્વારી સંબંધોના 75 વર્ષ, અમારી વ્યૂહાત્મક ભાગીદારી આબોહવાથી લઈને વેપાર અને અમારા લોકો વચ્ચે પરસ્પર જીવંત સંબંધો સુધી બધાજ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. હેપ્પી સ્વતંત્રતા દિવસ, ભારત.