ETV Bharat / international

શ્રીલંકામાં આર્થિક કટોકટી, સેન્ટ્રલ બેન્કે વ્યાજ દરોમાં કર્યો તીવ્ર વધારો - શ્રીલંકામાં આર્થિક કટોકટી

શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટી (economic crisis in Sri Lanka) વચ્ચે, શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કે વ્યાજ દરોમાં તીવ્ર વધારો (Interest rate hike in Sri Lanka Central Bank) કરીને તેની નાણાકીય નીતિને કડક કરીને ફુગાવાને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે.

શ્રીલંકામાં આર્થિક કટોકટી, શ્રીલંકા સેન્ટ્રલ બેન્કે વ્યાજ દરોમાં કર્યો તીવ્ર વધારો

author img

By

Published : Apr 9, 2022, 4:34 PM IST

કોલંબો: શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કે શુક્રવારે શ્રીલંકાને આર્થિક સંકટમાંથી (economic crisis in Sri Lanka) બહાર કાઢવા માટે વ્યાજ દરોમાં સાત ટકાનો વધારો (Interest rate hike in Sri Lanka Central Bank) કર્યો છે. સેન્ટ્રલ બેંકે આ પગલું એવા સમયે લીધું જ્યારે સમાચાર ફેલાયા કે શ્રીલંકાની કરન્સી (Sri Lankan currency) તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. સરકારે વિદેશી હૂંડિયામણ, ઇંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછત તેમજ વધતી જતા ફુગાવાના કારણે દેશને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવા માટે તાત્કાલિક પગલાં લેવા કેન્દ્રીય બેન્કે પણ આહ્વાન કર્યું હતું.

આ પણ વાંચો: શ્રીલંકાના વડાપ્રધાન વારાણસીમાં બાબા કાળભૈરવના દર્શાનર્થે પહોંચ્યાં

સાત ટકા વધારીને 13.5 ટકા: શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કે એક્સચેન્જ દરને સ્થિર કરવા માટે બેન્ચમાર્ક ધિરાણ દરમાં 700 પોઈન્ટનો વધારો કરીને 14.5 ટકા કર્યો છે. એક મહિનામાં દેશની ચલણમાં 35 ટકાના ઘટાડા વચ્ચે કેન્દ્રીય બેન્કે આ પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે થાપણ દર સાત ટકા વધારીને 13.5 ટકા કર્યો છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કે કહ્યું છે કે, તેણે વ્યાજ દરમાં ભારે વધારો કર્યો છે કારણ કે તે વિચારે છે કે દેશમાં ફુગાવો વધુ વધી શકે છે. જે પહેલાથી જ સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે. જો શ્રીલંકાની સેન્ટ્રલ બેન્ક દ્વારા લેવામાં આવેલા પગલાથી દેશના ચલણમાં સ્થિરતા આવે છે તો આવનારા સમયમાં દેશની આર્થિક સ્થિતિમાં થોડો સુધારો જોવા મળી શકે છે.

આ પણ વાંચો: શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ

સરકાર સામે વિરોધ પ્રદર્શન: દેશમાં આર્થિક સંકટને કારણે ખાદ્યપદાર્થો, ઈંધણ અને વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. અનેક જરૂરી વસ્તુઓની અછત સર્જાઈ છે. જેના કારણે દેશભરમાં લોકો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકો રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.