ગાઝાઃ મીડિયા રિપોર્ટ અનુસાર પેલેસ્ટાઈન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ફોન પર વાતચીત કરી છે. બ્રિટન વડાપ્રધાને ગાઝા વિસ્તારના તાજા સમાચાર જાણ્યા હતા. ન્યૂઝ એજન્સી શિન્હુઆના રિપોર્ટ અનુસાર પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે ઈઝરાયલે પેલેસ્ટાઈનના નાગરિકોને દક્ષિણ તરફ જવા મજબૂર કર્યા તેની નીંદા કરી છે. પેલેસ્ટાઈને બ્રિટનને પેલેસ્ટાઈન નાગરિકોને સ્થળાંતરણને રોકવા આહ્વાન કર્યુ છે.
સેફ પેસેજની માંગણીઃ રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે પેલેસ્ટાઈન અને ઈઝરાયલ એમ બંને પક્ષો દ્વારા કરાયેલ નાગરિકોની હત્યાને વખોડી અને બંને દેશોના નાગરિકોને બંધક બનાવ્યા છે તેમની મુક્તિ પર ભાર મુક્યો છે. પેલેસ્ટાઈન નેતા જણાવે છે કે બંને પક્ષો દ્વારા આંતરરાષ્ટ્રીય સમજૂતિ અને કરારોનું પાલન કરવું જોઈએ. ગાઝામાં મેડિકલ હેલ્પ અને રાહત સામગ્રી પહોંચે તે માટે સેફ પેસેજ બનાવવા અને વીજળી પાણીની પૂર્તિ પર ભાર મુક્યો છે.
4000 નાગરિકો માર્યા ગયાઃ રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે બે રાજ્યમાં સમાધાનના અમલ કરવાથી જ શાંતિ અને સુરક્ષા પ્રાપ્ત થશે તેમ જણાવ્યું. બ્રિટનના વડા પ્રધાને પેલેસ્ટાઈન પીડિતો અને તેમના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે બે રાજ્યના સમાધાન પ્રત્યે બ્રિટનની પ્રતિબદ્ધતા, તત્કાલ માનવીય સહાયતા પ્રદાન કરવા માટે તત્પરતા અને તણાવ ઓછો કરવા માટે દરેક પક્ષો સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. 7 ઓક્ટોબરે હમાસે ગાઝા પટ્ટી ઈઝરાયલી શહેરો પર હુમલા કર્યા. ત્યારબાદ ઈઝરાયલે ગાઝા પર વળતો હુમલો કર્યો હતો. ઈઝરાયલ ગાઝામાં થઈ રહેલા સંઘર્ષે અત્યાર સુધી બંને પક્ષોના કુલ 4000 લોકો માર્યા ગયા છે.