બ્યુનોસ આયર્સ: નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ સેન્સસએ આ અંગેનો અહેવાલ આપતા જણાવ્યું હતું કે, ''આર્જેન્ટિનામાં વર્ષ 2023 ના વર્ષના જાન્યુઆરી મહિનામાં વાર્ષિક ધોરણે 98.8 ટકા ફુગાવો નોંધાયો હતો. આ ઉપરાંત આ વર્ષની શરુઆત પછી 6 ટાકાના મિસિક ભાવ વધારા સાથે થયો હતો. આર્જેન્ટિનામાંમાં ઉંચા ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને કેટલાંક સકારાત્મક પગલાં લીધા છે. જે અંગેની સંપુર્ણ વિગત અહિં વાંચો.
આ પણ વાંચો: BBC raids: 21 કલાકથી રેડ યથાવત, અમેરિકાએ આપ્યું મોટું નિવેદન
આર્જેન્ટિનામાં ફુગાવો: ઝિન્હુઆ સમાચાર એજન્સીએ INDEC ડેટાને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, ''જાન્યુઆરીમાં સૌથી વધુ ભાવમાં તફાવત ધરાવતા ક્ષેત્રોમાં મનોરંજન અને સંસ્કૃતિ 9 ટકા, સંચાર 8 ટકા, આવાસ, પાણી, ગેસ, વીજળી અને અન્ય ઇંધણ 8 ટકા, ખોરાક 6.8 ટકા, પરચુરણનો સમાવેશ થાય છે. ચીજવસ્તુઓ અને સેવાઓ 6.8 ટકા, અને રેસ્ટોરાં અને હોટેલ્સ 6.2 ટકા છે.''
આર્જેન્ટિનામાં ફુગાવા અંગ લેટેસ્ટ અપડેટ: વધુમાં વાહનવ્યવહાર 5.9 ટકા, ઘરનાં સાધનો અને જાળવણી 5.4 ટકા છે. આ ઉપરાંત આરોગ્ય 4.9 ટકાએ પણ માસિક વધારો નોંધાવ્યો હતો. છેલ્લા 12 મહિનામાં કપડાં અને ફૂટવેર 120.6 ટકા, રેસ્ટોરાં અને હોટેલ્સ 109.9 ટકા, પરચુરણ સામાન અને સેવાઓ 102.6 ટકા છે. જ્યારે ઘરનાં સાધનો અને જાળવણી 101.2 ટકામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. INDEC અનુસાર ખોરાકમાં 98.4 ટકા, આરોગ્યમાં 92.3 ટકા, પરિવહનમાં 92 ટકા અને આવાસ, પાણી, ગેસ, વીજળી અને અન્ય ઇંધણમાં 91.5 ટકાનો વધારો થયો છે.
આ પણ વાંચો: Twitter New CEO: Twitter સીઈઓની ખુરશી પર એલોન મસ્કે કૂતરાને બેસાડ્યો
ભાવ નિયંત્રણ કાર્યક્રમ અમલમાં: આર્જેન્ટિનાના ઊંચા ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને, સરકારે મૂળભૂત ચીજવસ્તુઓ અને સેવાઓના મૂલ્યમાં મધ્યમ દરના વધારાની ખાતરી આપવા માટે વ્યાપક ભાવ નિયંત્રણ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. સેન્ટ્રલ બેંક ઓફ અર્જેન્ટીના દ્વારા ફેબ્રુઆરીની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા બજાર અભ્યાસ અનુસાર, ખાનગી વિશ્લેષકોએ આગાહી કરી છે કે દેશમાં ફુગાવો 2023માં 97.6 ટકા સુધી પહોંચી જશે.