- અફઘાનિસ્તાનની પરિસ્થિતિ કથળી રહી છે
- તાલિબાને દેશની 13 પ્રાતીય રાજધાની પર જમાવ્યો કબજો
- વાટાઘાટ કરીને રસ્તો શોધવા માટે સંયુક્ત રાષ્ટ્રની અપીલ
ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર(UN)ના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસ અફઘાનિસ્તાનમાં સરકાર અને તાલિબાન વચ્ચેના સંઘર્ષ અને વિવાદ પર ચિંતાજનક રીતે નજર રાખી રહ્યા છે. તેમને આશા છે કે, દોહામાં અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચે વાતચીત દ્વારા સમાધાનનો માર્ગ શોધવામાં આવશે.
વાટાઘાટ થકી રસ્તો નિકાળવામાં આવે
મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં આજે શુક્રવારે જ તાલિબાને કંધાર પર કરેલા કબજા સહિતની તમામ બાબતો પર UNના અધ્યક્ષ નજર રાખી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં લડાઇ પહોંચતા સામાન્ય નાગરિકોને નુક્સાન પહોંચવાની સંભાવના ઘણી વધારે છે. જો તાલિબાન અને અફઘાનિસ્તાન સરકાર વાટાઘાટ માટે તૈયાર થાય તો સંયુક્ત રાષ્ટ્ર તેનો હિસ્સો બનવા તૈયાર છે.