ETV Bharat / international

તાલિબાન સામે પંજશીર ઢેર: NRFનું નિવેદન - હુમલાઓ બંધ કરો, વિવાદોને વાતચીત દ્વારા ઉકેલવા તૈયાર - national resistance front

પંજશીરમાં ઉત્તરી જોડાણ અને તાલિબાનીઓ સામ સામે છે. છેલ્લા કેટલાક દિવસોથી તાલિબાનો દ્વારા પંજશીરમાં ઘૂસણખોરીનો સતત પ્રયાસ થઈ રહ્યો છે, તાલિબાનો દાવો કરી રહ્યા છે કે, તેઓએ પંજશિર પર કબજો કર્યો છે.

તાલિબાન સામે પંજશીર ઢેર: NRFનું નિવેદન - હુમલાઓ બંધ કરો, વિવાદોને વાતચીત દ્વારા ઉકેલવા તૈયાર

author img

By

Published : Sep 6, 2021, 10:54 AM IST

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા પરિસ્થિતિ ખરાબ
  • તાલિબાનને પાંજશીરમાં યુદ્ધ બંધ કરવાની થઇ વાત
  • NRF કહ્યું વિવાદોને વાતચીત દ્વારા ઉકેલવા માંગીએ છીએ

કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ પરિસ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. દરરોજ તાલિબાન અફઘાનિસ્તાનના નવા પ્રાંતોને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ તાલિબાને હવે પંજશીરમાં કબજો મેળવવાનો દાવો કર્યો છે. સાથે જ તાલિબાનના વધતા પ્રભાવને જોતા અહમદ મસૂદે તાલિબાનને પાંજશીરમાં યુદ્ધ બંધ કરવાની વાત કરી છે.

પંજશીરમાં ઉત્તરી જોડાણ અને તાલિબાન લડવૈયાઓ સામ સામે

પંજશીરમાં ઉત્તરી જોડાણ અને તાલિબાન લડવૈયાઓ સામ સામે છે. છેલ્લા કેટલાક દિવસોથી તાલિબાનો દ્વારા પંજશીરમાં ઘૂસણખોરીનો સતત પ્રયાસ થઈ રહ્યો છે, તાલિબાનો દાવો કરે છે કે તેઓએ પંજશીર પર કબજો કર્યો છે પરંતુ ઉત્તરી ગઠબંધને તેને ખોટો ગણાવ્યો છે. હવે NA દ્વારા યુદ્ધવિરામની અપીલ કરવામાં આવી છે અને મુદ્દાને ઉકેલવા માટે વાટાઘાટો કહેવામાં આવી છે. આ નિવેદન ત્યારે આવ્યું છે. જ્યારે છેલ્લા દિવસોમાં તાલિબાન દ્વારા પંજશીરમાં હુમલાઓ તેજ કરવામાં આવ્યા છે.

નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ઓફ અફઘાનિસ્તાન આપ્યું નિવેદન

નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ઓફ અફઘાનિસ્તાન (NRF) એ એક નિવેદનની જાહેરાત કરી છે. નિવેદનમાં તાલિબાન તરફથી યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી છે અને યુદ્ધનો અંત લાવવા માટે મંત્રણાની હાકલ કરવામાં આવી છે. આ ઉપરાંત, પંજશીર પર લાદવામાં આવેલા પ્રતિબંધોને દૂર કરીને સામાન્ય લોકોને રાહત આપવાની અપીલ કરવામાં આવી છે.

NRF જણાવ્યું અમે વિવાદોને વાતચીત દ્વારા ઉકેલવા માંગીએ છીએ

NRFનું કહેવું છે કે, અમે વિવાદોને વાતચીત દ્વારા ઉકેલવા માંગીએ છીએ, અમને આશા છે કે તાલિબાન તાત્કાલિક પંજશીરમાં તેમની લશ્કરી કામગીરી બંધ કરશે. આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક જરૂરી છે. આ દરમિયાન પંજશીર પરના તમામ પ્રતિબંધો દૂર કરવા જોઈએ. NRF એ કહ્યું છે કે જો તાલિબાન તેમના હુમલા બંધ કરશે તો અમે અમારા લડવૈયાઓને શાંત કરીશું.

તાલિબાનીઓ અમેરિકન સૈનિકો દ્વારા છોડવામાં આવેલા હથિયારોનો કરી રહ્યા છે ઉપયોગ

તાલિબાન અફઘાનિસ્તાન પર તેના કબજાના પ્રતિકારના છેલ્લા ભાગોને કચડી નાખવા માટે અમેરિકન સૈનિકો દ્વારા છોડવામાં આવેલા હથિયારોનો ઉપયોગ કરી રહ્યું છે. ડેલી મેલ દ્વારા આ માહિતી આપીવામાં આવી હતી. દેશના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિની આગેવાની હેઠળના લડવૈયાઓ ગત રાત્રે નવા શાસનના દળો સામે અંતિમ બચાવ કરી રહ્યા હતા. જે પંજશીર ખીણમાં એકમાત્ર પ્રાંત છે, જે ઇસ્લામવાદી જૂથ દ્વારા કબજે કરવામાં આવ્યો નથી, પરંતુ બળવાખોર તાલિબાન લડવૈયાઓ દ્વારા યુએસ સશસ્ત્ર વાહનો, મોર્ટાર મિસાઇલો અને ઉચ્ચ સંચાલિત વાહનો તેઓ આર્ટિલરીનો ઉપયોગ કરતા હોવાનું જણાય છે.

NRF એ છેલ્લા 24 કલાકમાં 600 તાલિબાન લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો

NRF એ છેલ્લા 24 કલાકમાં 600 તાલિબાન લડવૈયાઓને માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તાલિબાને દાવો કર્યો હતો કે તે જીતની અણી પર છે અને અહેવાલ છે કે પ્રાંતના પાંચમાંથી ચાર જિલ્લા તાલિબાનના નિયંત્રણમાં છે. તાલિબાન થોડા દિવસોમાં જાહેરાત કરશે કે, તેના નેતા મુલ્લા હિબતુલ્લા અખુંદઝાદા અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નેતા હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.