- સ્પૂટનિક અને એસ્ટ્રોજેનેકા રસીનું કરાશે મિશ્રણ
- રશિયન સ્વાસ્થ્ય વિભાગે આપી મંજૂરી
- 150 લોકો પર કરાશે પ્રયોગ
મોસ્કો: રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ એસ્ટ્રોજેનિકાના કોરોનાની રસીને રશિયામાં વિકસિત થયેલી સ્પૂતનિક વી સાથે મિશ્રિત કરવાની મંજૂરી આપી છે. આ પરીક્ષણ અંગે દેશની રજીસ્ટ્રી અંગે માહિતગાર કરવામાં આવ્યા છે.
150 લોકો પર થશે પરિક્ષણ
26 જુલાઇથી શરૂ થતું આ અધ્યયન આવતા વર્ષના માર્ચ મહિનાના અંત સુધી ચાલશે. જેના માટે 150 લોકો પર પ્રયોગ કરવામાં આવશે. આ દરમ્યાન બન્ને રસીના મિશ્રણથી સુરક્ષા અને અસર પર અધ્યયન કરવામાં આવશે મોસ્કો અને સેન્ટ પીટરબર્ગમાં પાંચ સ્વાસ્થ્ય કેન્દ્રોમાં આ અધ્યયન કરવામાં આવશે.