- ઇરબિલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર રોકેટ ચલાવવામાં આવ્યા
- થયેલ હુમલામાં 1નું મોત જ્યારે 5 ઘાયલ
- અમેરિકીના નેતૃત્વ હેઠળના ગઠબંધનને નિશાને લગાવવામાં આવ્યું
બગદાદ: ઇરાકના ઉત્તરીય ક્ષેત્રમાં સોમવારે રોકેટ હુમલો થયો હોવાની માહિતી મળી હતી. મળતી માહિતી મુજબ, કુર્દિશ નિયંત્રણ ક્ષેત્રમાં સ્થિત ઇરબિલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર રોકેટ ચલાવવામાં આવ્યા હતા. આ હુમલામાં સિવિલિયન કોન્ટ્રેક્ટર માર્યો ગયો હતો જ્યારે અન્ય 5 લોકો ઘાયલ હોવાનું જણાવાયું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ થઈ શકી નથી.
અમેરિકીના નેતૃત્વ હેઠળના ગઠબંધનને નિશાને લગાવવામાં આવ્યું
પ્રાપ્ત થતી વિગતો મુજબ, સોમવારના રોજ ઇરબિલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ત્રણ રોકેટ ચલાવવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, આ હુમલામાં અમેરિકીના નેતૃત્વ હેઠળના ગઠબંધનને નિશાને લગાવવામાં આવ્યું હતુ. આ હુમલામાં એક સિવિલિયન કોન્ટ્રેક્ટર માર્યો ગયો હતો, જે ગઠબંધનથી જ સંબંધિત હોવાનું કહેવાય છે. જો કે, તેની સ્પષ્ટ ઓળખ થઈ શકી નથી. આ હુમલામાં અમેરિકી સેવા ટીમનો સભ્ય પણ ઘાયલ થયો હતો.