ETV Bharat / international

કાબુલ એરપોર્ટ નજીક ફરી રોકેટ દ્વારા હુમલો - કાબુલ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની બહાર નીકળવાની પ્રક્રિયા વચ્ચે કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે રોકેટ હૂમલો થયો છે. આ સાથે જ અમેરિકાએ કહ્યું છે કે, અમેરિકી સેનાએ કાબુલના હામિદ કરઝઈ એરપોર્ટ પર આત્મઘાતી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. અમેરિકાએ હૂમલા માટે વિસ્ફોટકોથી ભરેલી કાર લઈને આવેલા આત્મઘાતી બોમ્બર પર હવાઈ હુમલો કર્યો હતો, જેના કારણે વાહન ઉડાવી દેવામાં આવ્યું હતું.

કાબુલ એરપોર્ટ નજીક રોકેટ હુમલો
કાબુલ એરપોર્ટ નજીક રોકેટ હુમલો
author img

By

Published : Aug 30, 2021, 12:20 PM IST

  • જો કે, ફાયરિંગ કોણ કરી રહ્યું છે તે સ્પષ્ટ નથી
  • કાબુલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પાસે રોકેટ હુમલા થયા
  • કાબુલના સલીમ કારવાં વિસ્તારમાં સોમવારે સવારે રોકેટ હુમલા થયા હતા

કાબુલ: અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની બહાર નીકળવાની પ્રક્રિયા વચ્ચે કાબુલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પાસે રોકેટ હુમલા થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ આ માહિતી આપી હતી. કાબુલના સલીમ કારવાં વિસ્તારમાં સોમવારે સવારે રોકેટ હુમલા થયા હતા. વિસ્ફોટ બાદ ફાયરિંગ શરૂ થયું. જો કે, ફાયરિંગ કોણ કરી રહ્યું છે તે સ્પષ્ટ નથી.

કાબુલ એરપોર્ટ નજીક રોકેટ હુમલો
કાબુલ એરપોર્ટ નજીક રોકેટ હુમલો

આ હુમલામાં ત્રણ બાળકો માર્યા ગયા

અગાઉ રવિવારે, અમેરિકી સેનાએ પુષ્ટિ કરી હતી કે, તેણે કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જતી વખતે વિસ્ફોટકોથી ભરેલા વાહનને નિશાન બનાવ્યું હતું, જ્યાં અમેરિકી દળો લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. એક અફઘાન અધિકારીએ જણાવ્યું કે, આ હુમલામાં ત્રણ બાળકો માર્યા ગયા છે. અમેરિકાએ મંગળવાર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી નીકળવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે.

169થી વધુ અફઘાન નાગરિકો માર્યા ગયા

નોંધનીય છે કે, ગુરુવારે કાબુલ એરપોર્ટ નજીક ભીડ પર થયેલા હુમલામાં 13 અમેરિકન કર્મચારીઓ અને 169થી વધુ અફઘાન નાગરિકો માર્યા ગયા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને આત્મઘાતી બોમ્બ ધડાકા બાદ બદલો લેવાનું વચન આપ્યું હતું.

કાબુલના હામિદ કરઝાઇએ હુમલાની જવાબદારી સ્વીકારી છે

અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના સહયોગી ઇસ્લામિક સ્ટેટ-ખુરાસાન (ISIS-K) એ કાબુલના હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.