- જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય સામે થયું હતું ષડયંત્ર
- જોર્ડનના રાજાના સાવકા ભાઈ હમજાએ કર્યું હતું ષડયંત્ર
- આ મામલામાં 14થી 16 લોકોની ધરપકડ કરવામાં આવી
અમ્માન/યરુશલમઃ જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીયના સાવકા ભાઈ હમજાએ કહ્યું કે, તેઓ ઘરમાં નજરકેદ છે અને તેણે દેશની સત્તાધારી વ્યવસ્થા પર અસક્ષમતા અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. પશ્ચિમ એશિયામાં અમેરિકાના પ્રમુખ સહયોગી જોર્ડનમાં સત્તાધારી રાજશાહીની અંતર ષડયંત્રનો આ દુર્લભ મામલો છે.
આ પણ વાંચોઃ મ્યાનમારમાં સત્તાપલટ બાદનો 'લોહિયાળ દિવસ', લગભગ 100 લોકોના મોત
2 પૂર્વ વરિષ્ઠ અધિકારીઓની સુરક્ષા માટે ધરપકડ કરાઈ
પ્રિન્સ હમજાનો એક વીડિયો સામે આવ્યો હતો. આ પહેલા દેશની એક સમાચાર એજન્સીએ જણાવ્યું કે, 2 પૂર્વ વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય શંકાસ્પદોની સુરક્ષા કારણોથી ધરપકડ કરવામાં આવી છે. જોકે, અધિકારીઓએ હમજાને નજરકેદ કરવા અથવા ધરપકડ કરવાનો ઈનકાર કરી દીધો હતો. એક સમાચાર એજન્સી પાસેના એક વીડિયોમાં પૂર્વ ક્રાઉન પ્રિન્સે કહ્યું કે, દેશમાં સૈન્ય પ્રમુખ શનિવારે તેમની પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, તેમને બહાર જવા અને લોકો સાથે વાતચીત કરવા અથવા તેમની સાથે મુલાકાત કરવાની પરવાનગી નથી.
આ પણ વાંચોઃ પૂર્વી મ્યાનમારમાં સૈન્યના હવાઇ હુમલા બાદ હિંસા વધુ તીવ્ર, 510 પ્રદર્શનકારીઓના મોત
અમે ષડયંત્ર પછી કાર્યવાહીની યોજના બનાવી રહ્યા હતાઃ વિદેશ પ્રધાન
જ્યારે જોર્ડનનો દાવો છે કે, તેમણે વિદ્વેષપૂર્ણ ષડયંત્રને નિષ્ફળ કરી દીધું છે. વિદેશ પ્રધાન અયમાન સફાદીએ રવિવારે સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ ષડયંત્ર પછી કાર્યવાહીની યોજના બનાવી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ મામલે 14થી 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે.