- ઈરાન મધ્ય પૂર્વ અને વિશ્વમાં આતંકવાદને સુરક્ષા આપી રહ્યું છે
- નેતન્યાહુએ ઇઝરાયલના સ્વ-બચાવના અધિકારને સમર્થન આપવા બદલ જર્મનીનો આભાર માન્યો
- વડાપ્રધાન નેતન્યાહૂએ હમાસની આક્રમકતાને વખોડી કાઢી
તેલ અવિવ: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગુરુવારે ઇઝરાઇલ-પેલેસ્ટાઇન સંઘર્ષ અંગે કહ્યું કે, ઈરાન હમાસ આક્રમણનો અસલ સમર્થક છે.
ઇરાન હમાસ તેમજ હિઝબોલ્લાહને હથિયારો પૂરા પાડે છે
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, ઈરાન માત્ર ગાઝામાં ઇસ્લામિક જેહાદનું સમર્થન નથી કરતું, પરંતુ ઉગ્રવાદીઓને પણ નાણા આપે છે. તે જ સમયે ઇરાન હમાસ તેમજ હિઝબોલ્લાહને હથિયારો પૂરા પાડે છે. જેના કારણે આ સંગઠનો હુમલો કરે છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે, વડાપ્રધાન નેતન્યાહુએ ગુરુવારે તેલ અવીમાં જર્મનીના વિદેશ પ્રધાન હિકો માસ સાથેની મુલાકાત દરમિયાન આ વાતો કહી હતી.
આ પણ વાંચો: PM મોદીએ બેન્જામિન નેતન્યાહુ સાથે કોરોના વાઈરસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી
ઇરાની દળોએ આ સશસ્ત્ર ડ્રોન ઉતાર્યું હતુ
નેતન્યાહુએ કહ્યું કે, ઇરાને થોડા દિવસો પહેલા સંઘર્ષ દરમિયાન ઇરાક અથવા સીરિયાથી સશસ્ત્ર ડ્રોન મોકલ્યો હતો. ઇરાની દળોએ આ સશસ્ત્ર ડ્રોન ઉતાર્યું હતુ. જેને ઇઝરાયલ અને જોર્ડન વચ્ચેની સરહદ પર અમારા દળોએ રોકી દીધું હતું. તેમણે કહ્યું કે, ઈરાન મધ્ય પૂર્વ અને વિશ્વમાં આતંકવાદને સુરક્ષા આપી રહ્યું છે. ઇઝરાયલી વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં વડાપ્રધાન નેતન્યાહુએ ઇઝરાયલના સ્વ-બચાવના અધિકારને સમર્થન આપવા બદલ જર્મનીનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો: ઇઝરાયેલનો હવાઈ હુમલોઃ ગાઝામાં આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસની કચેરીઓ ધરાશાયી
ઈરાન માત્ર ગાઝામાં ઇસ્લામિક જેહાદનું સમર્થન નથી કરતું
વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે તેઓ જરૂરિયાત સમયે માત્ર સરકાર જ નહીં પરંતુ ઇઝરાયલના લોકોનું પણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાને બેઠક દરમિયાન કહ્યું હતું કે, ઈરાન માત્ર ગાઝામાં ઇસ્લામિક જેહાદનું સમર્થન નથી કરતું, પરંતુ આર્થિક સહાય અને શસ્ત્રોનો પુરવઠો પણ પૂરો પાડે છે. દરમિયાન, જર્મનના વિદેશ પ્રધાન માસે નેતન્યાહુને કહ્યું હતું કે, તેઓ ઇઝરાયલની પ્રજા સાથે જર્મનીની સંપૂર્ણ એકતા વ્યક્ત કરવા આવ્યા છે. તેમણે હમાસની આક્રમકતાને વખોડી કાઢી અને તેને વધતા તણાવનું કારણ ગણાવ્યું અને કહ્યું કે, ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.