- તમામ એરલાઇન્સ ફરી શરૂ કરવામાં આવશે.
- વિમાનમથક પરની સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે
- અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતે તમામ એરલાઇન્સને તેના સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે.
કાબુલ: કાબુલ એરપોર્ટ હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે સંપૂર્ણપણે તૈયાર છે અને તમામ એરલાઇન્સ ફરી શરૂ કરવામાં આવશે. તાલિબાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ જાહેરાત કરી હતી. પ્રવક્તા અબ્દુલ કહર બલ્ખીએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "કાબુલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરની સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે અને વિમાનમથક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે સંપૂર્ણપણે તૈયાર છે." અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતે તમામ એરલાઇન્સને તેના સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે.
આ પણ વાંચો : અફઘાનિસ્તાન: ટ્વિટર કેટલાક મંત્રાલયોના ટ્વીટર એકાઉન્ટ પરથી બ્યુ વેરિફાઈડ ટીક હટાવ્યા
વિમાનમથક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટે સંપૂર્ણપણે તૈયાર
31 ઓગસ્ટના રોજ અમેરિકાની આગેવાની હેઠળના દળો અને અમેરિકન નાગરિકોની વાપસી દરમિયાન કાબુલ એરપોર્ટ પરની ઘણી સુવિધાઓ નાશ પામી હતી. એરપોર્ટના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે એરપોર્ટને કતાર, બહેરીન, સંયુક્ત અરબ અમીરાત, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન અને પાકિસ્તાન તરફથી માનવીય સહાય મળી છે.
આ પણ વાંચો : તાલિબાનનો દાવો - ટૂંક સમયમાં વિશ્વ માન્યતા આપશે, સંયુક્ત રાષ્ટ્ર સાથે વાતચીત ચાલું