ETV Bharat / international

ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સામે લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન - કોરોના વાઈરસ

ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ વિરૂદ્ધ હજારો લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેનું મુખ્ય કારણ કોરોના સંકટ સામે લડવામાં સરકારની બેદરકારી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત નેતન્યાહૂ સામે ભ્રષ્ટાચારના આરોપો પર લગાવવામાં આવ્યાં છે.

ઈઝરાયલ
ઈઝરાયલ
author img

By

Published : Jul 26, 2020, 3:49 PM IST

ઈઝરાયલઃ હજારો લોકોએ વિવિધ વિસ્તારોમાં વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં આ પ્રકારના પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. કારણ કે, દેશમાં કોરોનાના કેસ સતત વઘી રહ્યાં છે. જેની સામે સરકાર દ્વારા સંતોષકારક પગલાં લેવાઈ રહ્યાં નથી.

ઉલ્લેખનીય છે કે, પોલીસે ગત અઠવાડિયે યરુશલમમાં પ્રદર્શનકારિયોને હટાવવા માટે પાણીમારો ચલાવ્યો હતો. મે મહિનામાં દેશની અર્થવ્યવસ્થાએ ગતિશીલતા ગુમાવી હતી અને ત્યારબાદથી જ દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક દિવસમાં 2000 સુધીના નવા કેસ નોંધાઈ રહ્યાં છે. જેના પગલે દેશમાં અર્થવ્યવ્થા દિવસેને દિવસે ખાડે જઈ રહી છે. તો બીજી તરફ બેરોજગારી દર પણ 20 ટકાએ પહોંચ્યો છે.

આંદોલકારીએ આ અંગે જણાવ્યું હતું કે, સરકારની નાણાકીય સહાયની જાહેરાત પૂરતી નથી. આ પ્રદર્શન એવા સમયમાં થઈ રહ્યું છે, જ્યારે નેતન્યાહૂ વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. આ મહીનામાં નેતન્યાહૂ સામે ફરીથી ભ્રષ્ટાચારનો કેસ ચલાવવામાં આવ્યો હતો. જેની સુનાવણી જાન્યુઆરીમાં થશે.

નોંધનીય છે કે, વડાપ્રધાન વિરુદ્ધ ભ્રષ્ટાચાર સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત અને અનેક કૌભાંડનો આરોપ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.