ETV Bharat / international

Israel Secret Agency Mossad: આ 2 દેશોની કંપનીઓની મદદથી પાકિસ્તાને બનાવ્યા હતા પરમાણુ બોમ્બ, ઇઝરાઇલે કર્યો હતો હુમલો - બલુચિસ્તાનમાં પાકિસ્તાનનું પરમાણુ પરીક્ષણ

ઈઝરાઇલની ગુપ્તચર સંસ્થા મોસાદ (Israel Secret Agency Mossad) પર પાકિસ્તાનને પરમાણુ બોમ્બ (pakistan nuclear test) બનાવવામાં મદદ કરનારી કંપનીઓને ધમકી આપવાનો અને હુમલો કરવાનો આરોપ છે. આ ખુલાસો સ્વિત્ઝરલેન્ડના એક સમાચારપત્રમાં થયો છે.

Israel Secret Agency Mossad: આ 2 દેશોની કંપનીઓની મદદથી પાકિસ્તાને બનાવ્યા હતા પરમાણુ બોમ્બ, ઇઝરાઇલે કર્યો હતો હુમલો

author img

By

Published : Jan 4, 2022, 7:44 PM IST

જેરુસલેમ: ઇઝરાઇલની જાસૂસી સંસ્થા મોસાદ (Israel Secret Agency Mossad) પર 1980ના દાયકામાં પાકિસ્તાનને તેના પરમાણુ હથિયાર કાર્યક્રમ (pakistan nuclear test)માં મદદ કરનારી જર્મન અને સ્વિસ કંપનીઓ (german and swiss companies in pakistan nuclear test)ને ધમકી આપવાની અને હુમલો કરવાની શંકા છે. યહૂદી રાષ્ટ્રને ડર હતો કે, પાકિસ્તાન પરમાણુ શક્તિ (pakistan nuclear power) બને તો તેના 'અસ્તિત્વ માટે ખતરો' પેદા કરી શકે છે.

3 કંપનીઓ પર 3 હુમલા કરવામાં આવ્યા હતા

જેરુસલેમ પોસ્ટ અખબારે એક અગ્રણી સ્વિસ દૈનિકના અહેવાલને ટાંક્યો છે કે, અમેરિકાએ આવી કંપનીઓની પ્રવૃત્તિઓને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમાંથી 3 કંપનીઓ પર 3 હુમલા (attack on german and swiss companies) કરવામાં આવ્યા હતા, જેનાથી એ શંકાને બળ મળ્યું કે મોસાદે હુમલા કર્યા હતા અને ધમકીઓ આપી હતી.

પાકિસ્તાન ઇઝરાઇલ માટે ખતરો બની શકે છે તેવો શક હતો

સ્વિસ ડેઇલી ન્યૂ જર્સી ઝેઇતુંગે રવિવારે અહેવાલ આપ્યો હતો કે, પાકિસ્તાનના પરમાણુ બોમ્બથી સજ્જ ઇસ્લામિક રાજ્ય (islamic state equipped with atomic bombs) બનવાની સંભાવનાથી ઇઝરાઇલને શક હતો કે તે તેના અસ્તિત્વ માટે ખતરો બની શકે છે. 28 મે 1998ના રોજ પાકિસ્તાને બલૂચિસ્તાન પ્રાંત (pakistan nuclear test in balochistan)માં એક સાથે 5 ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો કર્યા. તે પાકિસ્તાનનું પરમાણુ શસ્ત્રોનું પ્રથમ જાહેર પરીક્ષણ હતું. ત્યારબાદ એ જ વર્ષે 30 મેના રોજ બીજું પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ઇઝરાઇલની સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી : બિડેન

મોસાદે જ હુમલો કર્યો હતો તેવા નક્કર પુરાવા નથી

NZZએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને ઈરાને 1980ના દાયકામાં પરમાણુ શસ્ત્રો વિકસાવવા (pakistan and iran nuclear program) માટે સાથે મળીને કામ કર્યું હતું. જર્મન અને સ્વિસ કંપનીઓએ તેમના પરમાણુ કાર્યક્રમમાં મદદ કરી રહી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બર્ન અને વોશિંગ્ટનના આર્કાઇવ્સમાંના દસ્તાવેજો પરથી ચિત્ર સ્પષ્ટ છે. સ્વિસ ઈતિહાસકાર એડ્રિયન હેનીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સ્વિસ અને જર્મન કંપનીઓ પર બોમ્બ હુમલામાં મોસાદનો હાથ હતો. જો કે એવા કોઈ નક્કર પુરાવા નથી કે તે સાબિત કરે કે ઈઝરાઇલની ગુપ્તચર એજન્સીએ તે હુમલાઓ કર્યા હતા.

આ પણ વાંચો: ઇઝરાઇલ, હમાસ લોહિયાળ 11 દિવસ પછી યુ્દ્ધ વિરામ કરવા માટે માટે સંમત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.