યરૂશલમઃ દૂનિયાભરમાં કોરોના વાઇરસનો કહેર છે. આ ખતરનાખ વાઇરસના કારણે લાખો લોકના મોત થઇ ચૂક્યા છે. ત્યારબાદ પણ તેનો ઉપચાર મળ્યો નથી. ત્યારે ઇઝરાયલએ દાવો કર્યો છે કે, કોરોના વાઇરસની વેક્સીન બનાવી લેવામાં સફળતા મળી છે. આ દાવો ઇઝરાયલના રક્ષા પ્રધાન નૈફતાલી બેન્નેટએ કર્યો છે. નૈફતાલી બેન્નેટએ કહ્યું કે, ઇઝરાયલ ઇસ્ટીટ્યુટ ફોર બાયોલોજિકલ રિસર્ચ(IIBR)એ કોરોના વાઇરસની એન્ટીબોડી બનાવવામાં સફળતા મેળવી છે.
રક્ષા પ્રધાનએ કહ્યું કે, કોરોના વાઇરસ વૈક્સીનનું વિકાસ ચરણ હવે પૂર્ણ થયું છે અને શોધકરનાર તેના પેટેંટ અને તેને વેપાર કરવાની તૈયારી કરી રહ્યા છે. આ એન્ટીબોડી મોનોક્લોનલ તરીકેથી કોરના વાઇરસ પર એટેક કરે છે અને બીમાર લોકોના શરીર અંદર જ કોરોના વાઇરસનો નાશ કરે છે.
વધુમાં જણાવ્યું કે, ડિફેંસ ઇસ્ટીટ્યૂટ હવે આ ટીકાને પેટેંટ કરવાની પ્રકિયામાં છે, તેના આવનાર ચરણમાં શોધ કરનાર આંતરરાષ્ટ્રીય કંપનિયો પાસે વ્યાવસાયિક રીતે ઉત્પાદન માટે સંપર્ક કરશે.
મહત્વનું છે કે, દૂનિયાભરમાં કોરોના વાઇરસના કારણે ફેલાયેલી મહામારીના કારણે 2.5 લાખથી પણ વધારે લોકોના માત થઇ ચૂક્યા છે. જ્યારે આ વાઇરસના સંક્રમણમાં 36 લાખથી પણ વધારે લોકો આવી ચૂક્યા છે.
જ્યારે ઇઝરાયલમાં કોરોના સંક્રમિત લોકોના સંખ્યા 16,268 પર પહોચી છે. જ્યારે આ વાઇરસના કારણે 237 લોકના મોત પણ થઇ ચૂક્યા છે. જ્યારે 10,223 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.