- ઇરાને શનિવારથી 10 દિવસના લોકડાઉનની ઘોષણા કરી
- 'રેડ ઝોન' તરીકે જાહેર કરાયેલા શહેરોમાં મોટાભાગની દુકાનો બંધ
- 'રેડ ઝોન'માં ત્રીજા ભાગના કર્મચારીઓની જ હાજરી
તેહરાન(ઇરાન) : કોરોના મહામારીની ચોથી લહેર વચ્ચે ઇરાને શનિવારથી 10 દિવસના લોકડાઉનની ઘોષણા કરી છે. સરકારી ટીવી ચેનલે આ માહિતી આપી હતી. ઈરાનના કોરોના વાયરસ ટાસ્ક ફોર્સે 'રેડ ઝોન' તરીકે જાહેર કરાયેલા શહેરોમાં મોટાભાગની દુકાનો બંધ કરવાની સાથે કચેરીઓમાં તેના ત્રીજા ભાગના કર્મચારીઓની હાજરીનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : રાજ્યમાં 5011 કોરોના પોઝિટિવ કેસ અને 49 મોત નોંધાયા
તેહરાન અને દેશના 250 અન્ય શહેરો તથા નગરોને 'રેડ ઝોન' ઘોષિત કરવામાં આવ્યા
રાજધાની તેહરાન અને દેશના 250 અન્ય શહેરો તથા નગરોને 'રેડ ઝોન' તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, આ સ્થળોએ કોરોના વાયરસના ચેપનું પ્રમાણ વધારે છે. આવી સ્થિતિમાં, કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, દેશના 85 ટકાથી વધુ ચેપના સ્તર પ્રમાણે 'લાલ અથવા ઑરેંજ' ઝોનમાં છે.
આ પણ વાંચો : એપ્રિલ માસના તમામ રવિવારો દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લો સ્વૈચ્છિક બંધ પાળશે
કોરોના સંક્રમણના 19,600 થી વધુ નવા કેસ નોંધાયા
અધિકારીઓએ જણાવ્યું હતું કે, પારસી નવા વર્ષના કારણે બે અઠવાડિયાના ઉત્સવને કારણે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી અને સરકારી આરોગ્ય નિયમોનું ઉલ્લંઘન કરીને સમારોહ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ કેસોની સંખ્યામાં વધારો થયો હતો. ઈરાનના આરોગ્ય મંત્રાલય અનુસાર, શનિવારે દેશમાં કોરોના સંક્રમણના 19,600 થી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 193 દર્દીઓનાં મોત થયા છે.