ETV Bharat / international

વિદેશ પ્રધાન એસ. જયશંકરે UNના પ્રમુખ સાથે કરી મુલાકાત, અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે કરી ચર્ચા - તાલિબાન

દેશના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસચિવ એન્તોનિયો ગુતારેસ (Antonio Guterres) સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમણે અફઘાનિસ્તાનની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની 2 મહત્ત્વપૂર્ણ બેઠકોમાં ભાગ લેવા માટે ન્યૂ યોર્કમાં છે.

વિદેશ પ્રધાન એસ. જયશંકરે UNના પ્રમુખ સાથે કરી મુલાકાત, અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે કરી ચર્ચા

author img

By

Published : Aug 18, 2021, 9:30 AM IST

  • ન્યૂ યોર્કમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મહાસચિવ એન્તોનિયો ગુતારેસ (Antonio Guterres) સાથે કરી મુલાકાત
  • એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની 2 મહત્ત્વપૂર્ણ બેઠકોમાં ભાગ લેવા માટે ન્યૂ યોર્કમાં છે
  • વિદેશ પ્રધાન અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી

ન્યૂ યોર્કઃ વિદેશ પ્રધાન એસ. જયશંકરે મંગળવારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસ સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. એસ. જયશંકરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસ સાથે મુલાકાત કરીને ખુશી થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક પર ચર્ચા પછી અમારી વાર્તા અફઘાનિસ્તાન પર કેન્દ્રિત રહી હતી.

આ પણ વાંચોઃ વિદેશ પ્રધાન જયશંકરે અફઘાનિસ્તાનની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા કહ્યું- પરિસ્થિતિ પર છે નજર

સુરક્ષા પરિષદના આ સપ્તાહે 2 ઉચ્ચ સ્તરીય મહત્ત્વના કાર્યક્રમો એસ. જયશંકરની અધ્યક્ષતામાં યોજાશે

ભારત ઓગસ્ટ મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું અધ્યક્ષ છે. તેને ધ્યાનમાં રાખી જયશંકર સુરક્ષા પરિષદના આ સપ્તાહે 2 ઉચ્ચ સ્તરીય મહત્ત્વના કાર્યક્રમોની અધ્યક્ષતા માટે સોમવારે ન્યૂ યોર્ક પહોંચ્યા છે. પહેલા દિવસે જયશંકરે પોતાના ફ્રાન્સિસી સમકક્ષ જીવ યવેસ લે ડ્રિયન (Jean Yves Le Drian) સાથે વાતચીત કરી અને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

આ પણ વાંચોઃ USના વિદેશ પ્રધાને ચીન અને રશિયાના વિદેશ પ્રધાન સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી

તાલિબાને રવિવારે કાબૂલ પર કર્યો કબજો

તાલિબાને રવિવારે કાબૂલ પર કબજો કરી લીધો છે. રવિવારે કાબૂલ શહેરમાં તાલિબાનીઓ ઘૂસતા જ રાષ્ટ્રપતિ અશરફ ઘની દેશ છોડીને ભાગી ગયા છે. ત્યારબાદ કાબૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકોને તાલિબાનના ક્રુર શાસનના વાપસીનો ડર સતાવી રહ્યો છે.

વિદેશ પ્રધાને સોમવારે અમેરિકાના વિદેશ પ્રધાન સાથે અફઘાનિસ્તાન મુદ્દે વાત કરી હતી

વિદેશ પ્રધાન જયશંકર અને અમેરિકી વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કને કાબૂલ પર તાલિબાનનો ફરીથી કબજો થયા પછી અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે સોમવારે ફોન પર વાતચીત કરી હતી. તે દરમિયાન જયશંકરે કાબૂલ એરપોર્ટથી કોમર્શિયલ ફ્લાઈટ્સ ફરીથી શરૂ કરવાની વધુ આવશ્યકતા પર ભાર આપ્યો હતો. તો અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે, જયશંકર અને બ્લિન્કને અફઘાનિસ્તાન સંબંધિત ચર્ચા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.