ન્યૂઝ ડેસ્ક : ન્યૂઝીલેન્ડમાં લગ્નમાં ગયેલા એક ઑકલેન્ડના એક જ પરીવારના 9 લોકો ઓમિક્રોન સંક્રમિત સાબિત થયા છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે કોવિડ - 19ના નવા પ્રતિબંધો લાગુ કર્યો છે. આ નવા પ્રતિબંધો રેડ સેટિંગ તરીકે જાણિતા છે. જે અંતર્ગત માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે અને જાહેર કાર્યક્રમોમાં વ્યક્તિઓની સંખ્યા નિશ્ચિત કરવામાં આવી છે. જેમાં બાર, રેસ્ટોરન્ટ અને લગ્ન જેવા કાર્યક્રમોમાં 100 લોકોની હાજરીને મંજૂરી મળી છે અને જો વેક્સિન સર્ટીફિકેટ નથી તો ફક્ત 25 લોકોને જ હાજર રહેવાની મંજૂરી મળશે.
નવા નિયમો એટલે લૉકડાઉન નથી
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને જણાવ્યું હતું કે નવા નિયમો લૉકડાઉન નથી. લોકોને પોતાના મિત્રો અને પરિજનોને મળવાની છૂટ છે. અમારી યોજના ડેલ્ટા વેરિયંટના સમયે જે રીતે તૈયાર હતા તેવી જ તૈયારીઓ અમે ઓમિક્રોનનું સંક્રમણ રોકવા કરી છે. અમે ખૂબ જ ઝડપથી તપાસ કરીશું અને સંપર્કમાં આવેલા લોરોને અલગ કરીશું જેની ઓમિક્રોનને ફેલાતો રોકી શકાય. અત્યારે તો ન્યૂઝીલેન્ડ એક એવો દેશ છે કે જેમાં ઓમિક્રોન કોઇ મોટી મહામારી નથી
વડાપ્રધાને પાછા ઠેલ્યા પોતાના લગ્ન
જો કે દેશમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન જેસિંડાએ પોતાના લગ્ન પણ પાછા ઠેલવ્યા છે. 40 વર્ષિય વડાપ્રધાને 2019માં પોતાના બૉયફ્રેન્ડ અને ટીવી હૉસ્ટ ગેફોર્ડ સાથે સગાઇ કરી હતી.
આ પણ વાંચો : Canada US Border Gujarati Family Death : પરિવાર ગાંધીનગરના ઢીંગુચા ગામના રહેવાસી હોવાની શંકા, એજન્ટ પડીયલનો?
આ પણ વાંચો : અમેરિકા કોવિડ 19 થી કંટાળી ગયું છે, પરંતુ હજી પણ સારી સ્થિતિમાં છે: બાઈડન