સિડની: દિનપ્રતિદિન ઓસ્ટ્રેલિયામાં કોવિડના-19ના (Covid 19 Case) કેસો વધી રહ્યા છે, વડા પ્રધાન સ્કોટ મોરિસને (Prime Minister Scott Morris) વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનને (new Vrieant Omicron) ફેલાતા અટકાવવા લોકડાઉન અથવા માસ્કનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી છે આ મહ્ત્વના મુદ્દાઓને તેણે ફગાવી દીધા છે.
ઓસ્ટ્રેલિયામાં કોરોનાએ કમબેક કર્યું
ઓસ્ટ્રેલિયામાં બુધવારના રોજ ન્યૂ સાઉથ વેલ્સમાં સૌથી વધુ 5,715 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. હાલ ન્યુ સાઉથ વેલ્સમાં, 347 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને 45 દર્દીઓ ICUમાં છે, એક દિવસ પહેલા આની સંખ્યા 302 હતી. વિક્ટોરિયા રાજ્યમાં પણ સંક્રમણના કેસમાં વધારો થયો છે. ગુરુવારે સંક્રમણના 2,005 નવા કેસ નોંધાયા હતા અને ચેપથી 10 લોકો મૃત્યુ પામ્યા હતા.
મારિસે લોકડાઉન લાગુ કરવા અને માસ્ક પહેરવા જેવા મુદ્દાને ફગાવ્યા
મોરિસે બુધવારે ઓસ્ટ્રેલિયાના રાજ્યો અને પ્રદેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ બાદ, તેમણે પત્રકારોને કહ્યું કે, લોકડાઉન લાગુ કરવા અને માસ્ક પહેરવા પર વિચાર કરવામાં આવી રહ્યો નથી. રસીના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનો સમય ઘટાડવો કે કેમ તે અંગેનો નિર્ણય ઓસ્ટ્રેલિયન રસીકરણ તકનીકી સલાહકાર જૂથ પર છોડી દેવામાં આવ્યો છે.
મોરિસે માહિતી આપી સરકાર "ઝડપી એન્ટિજેન" પરીક્ષણ વધારવા અને કિંમત ઘટાડવા પર વિચાર
મોરિસે કહ્યું, "હું તમને સંયમ રાખવા, તમારો 'બૂસ્ટર' ડોઝ લેવા અને ક્રિસમસ દરમિયાન કોવિડ-19 સંબંધિત નિયમોનું પાલન કરવા વિનંતી કરું છું." ન્યૂ સાઉથ વેલ્સના પ્રમુખ ડોમિનિક પેરોટેટે (President Dominique Perotet) બુધવારની બેઠક બાદ જણાવ્યું હતું કે, તેમની સરકાર "ઝડપી એન્ટિજેન" પરીક્ષણ (Rapid antigen "testing) વધારવા અને તેની કિંમત ઘટાડવા ઉપર કામ કરી રહી છે. ભૂતકાળમાં આવા પરીક્ષણો દુર્લભ અને ખર્ચાળ હતા.
આ પણ વાંચો:
Covid-19 vaccine: કોવિશીલ્ડના બન્ને ડોઝ લીધા બાદ ત્રણ મહિના બાદ તેની અસરમાં ઘટ : સ્ટડી
Super Immunity Against COVID: પ્રગતિશીલ સંક્રમણ કોવિડ 19 સામે સુપર ઇમ્યુનિટીનો વિકાસ કરે છે