- રશિયામાં વિમાન દુર્ઘટનામાં 28 લોકોના મોત
- એરપોર્ટથી લગભગ 5 કિમી દૂર મળી આવ્યું વિમાન
- એર ટ્રાફિક કન્ટ્રૉલર સાથેનો સંપર્ક તૂટીતા દુર્ઘટના સર્જાઇ
રશિયા (માસ્કો):રશિયાના કામચત્કાના પૂર્વીય ક્ષેત્રમાં મંગળવારે વિમાન ગુમ થયું હતું. જેમાં 28 લોકો સવાર હતા. જે વિમાન અકસ્માતમાં ક્રેશ થયું છે. આ વિમાન જ્યાં ઉતરવાનું હતું તે એરપોર્ટથી લગભગ 5 કિમી દૂર મળી આવ્યું હતું. વિમાનમાં 22 મુસાફરો અને ક્રૂના છ સભ્યો સહિત 28 લોકો સવાર હતા. રિપોર્ટ અનુસાર, વિમાનના કોઈ પણ સભ્ય આ અકસ્માતમાં બચી શક્યા નથી. એર ટ્રાફિક કન્ટ્રૉલર સાથેનો સંપર્ક તૂટી આ દૂરઘટના સર્જાઇ હતી.
-
Contact lost with plane in Russia's Far East, 28 on board: News agency AFP quoting reports
— ANI (@ANI) July 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Contact lost with plane in Russia's Far East, 28 on board: News agency AFP quoting reports
— ANI (@ANI) July 6, 2021Contact lost with plane in Russia's Far East, 28 on board: News agency AFP quoting reports
— ANI (@ANI) July 6, 2021
ટ્રાફિક કન્ટ્રૉલર સાથેનો સંપર્ક તૂટીતા સર્જાઇ દુર્ઘટનાની
વિમાન પેટ્રોપાવલોવ્સ્ક-કામચત્કા શહેરથી પલાના તરફ દુર્ઘટનાનીઉડન ભરી રહ્યું હતું. તે દરમિયાન તેનો એર ટ્રાફિક કન્ટ્રૉલર સાથેનો સંપર્ક તૂટીતે રડારથી ગાયબ થયુ હતુ. કામચત્કાના રાજ્યપાલ બ્લાદિમીર સોલોદોવે જણાવ્યું કે, વિમાનનો મુખ્ય ભાગ તટપરથી મળી આવ્યા છે. જ્યારે અન્ય કાટમાળ સમુદ્રમાંથી મળી આવ્યો હતો. મૃતકોમાં બે બાળકો પણ શામેલ છે. જેઓ 12 વર્ષથી ઓછી ઉંમરના હતા. વિમાન એએન -26 કામચત્કા એવિએશન એન્ટરપ્રાઇઝ કંપનીનું છે, જે 1982 થી સેવા આપી રહ્યું છે.
આ પણ વાંચોઃ Russia: વિમાનનો સંપર્ક ખોરવાયો, પ્લેનમાં સવાર હતા 28 લોકો
વિમાનમાં કોઈ તકનીકી ખામી ન હતી
કંપનીના ડિરેક્ટર એલેક્સી ખબરોવે ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, વિમાનમાં કોઈ તકનીકી ખામી ન હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. વિમાનને રડારમાંથી ગાયબ થયા બાદ તેને શોધવા માટે બે હેલિકોપ્ટર અને અનેક જહાજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ખરાબ હવામાન પણ આ અકસ્માતનું કારણ હોઈ શકે છે
પલાના એરપોર્ટ પર ઉતરતા પહેલા વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. આ પછી તેની શોધમાં ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પાલનની સ્થાનિક સરકારના વડા, ઓલ્ગા મોખરેવા પણ વિમાનમાં સવાર હતા. પરંતુ કોઈને બચાવી શકાયું નહીં. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિમાન દુર્ઘટનાનું એક કારણ ખરાબ હવામાન પણ હોઈ શકે છે.
આ પણ વાંચોઃ Philippine Plane Crash: સૈન્ય વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, 17 લોકોના મોત
2012 માં પણ અકસ્માત થયો હતો
2012 ની શરૂઆતમાં, કામચત્કા એવિએશન એન્ટરપ્રાઇઝનું એન્ટોનોવ એન -28 વિમાન પલાનામાં ઉતરતા પહેલા એક પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું. પેટ્રોપાવલોવસ્ક-કામચત્કાથી ઉપડતી વખતે વિમાનને પણ અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. વિમાનમાં 14 લોકો સવાર હતા, જેમાંથી 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે તપાસ કરતા બંને પાઇલટ્સના લોહીમાં દારૂ મળી આવ્યો હતો.