ETV Bharat / international

Ukraine Russia Crisis : યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો, રશિયન હુમલામાં 137 નાગરિકો માર્યા ગયા

રશિયા અને યુક્રેનના યુદ્ધ (Russia and Ukraine war) વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi spoke to Russian President) રશિયન રાષ્ટ્રપતિ પુતિન (Russian President Vladimir Putin) સાથે ફોન પર વાત કરી છે. મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે વાતચીત દ્વારા જ કોઈપણ ઉકેલ શોધી શકાય છે. તેમના મતે, રાજદ્વારી દ્વારા જ શાંતિ સ્થાપિત કરી શકાય છે. આ સાથે જ પીએમ મોદીએ પુતિન સામે ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સિવાય પીએમએ હિંસા છોડવાની પણ વાત કરી હતી.

Ukraine Russia Crisis : યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો, રશિયન હુમલામાં 137 નાગરિકો માર્યા ગયા
Ukraine Russia Crisis : યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો, રશિયન હુમલામાં 137 નાગરિકો માર્યા ગયા
author img

By

Published : Feb 25, 2022, 8:09 AM IST

નવી દિલ્હી: યુક્રેન પર રશિયન હુમલા (Russian invasion of Ukraine) વચ્ચે, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે US સમકક્ષ એન્ટોની બ્લિંકન સાથે વાત કરી હતી. આ દરમિયાન યુક્રેનમાં ચાલી રહેલા વિકાસ અને તેની અસરો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા એસ જયશંકરે રશિયાના રક્ષા પ્રધાન સર્ગેઈ લવરોવ સાથે પણ વાત કરી હતી. એસ જયશંકરે વાતચીત અને કૂટનીતિ દ્વારા વિવાદને ઉકેલવા પર ભાર મૂક્યો હતો. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે રશિયન હુમલામાં યુક્રેનના 137 નાગરિકોના મોત થયા છે.

આ પણ વાંચો: રુસ સામે યુક્રેન ઝુકશે નહિ : યુક્રેનના રાષ્ટ્રપતિ

રશિયા સામે લડવા માટે યુક્રેનને એકલું છોડી દીધું

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ (President Zelensky of Ukraine) કહ્યું છે કે, રશિયા સામે લડવા માટે યુક્રેનને 'એકલું છોડી દીધું' હતું. રશિયામાં 1700 દેખાવકારોની ધરપકડ યુક્રેન પર હુમલાના વિરોધમાં રશિયાના વિવિધ શહેરોમાં પ્રદર્શન થઈ રહ્યા છે. રશિયન પોલીસે યુક્રેન વિરુદ્ધ હુમલાનો વિરોધ કરી રહેલા 1,700 પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે.

આ પણ વાંચો: યુક્રેને રશિયા સાથેના રાજનિતિક સંબંધો તોડી નાખ્યા, રાષ્ટ્રપતિએ કરી ઘોષણા

બાઈડને કહ્યું- યુક્રેનમાં સેના નહીં મોકલે

યુક્રેન પર હુમલા પછી, અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. બાઈડને કહ્યું કે, પુતિન આક્રમક છે, તેણે યુદ્ધ પસંદ કર્યું. હવે તે અને તેનો દેશ આ હુમલાનું પરિણામ ભોગવશે. વિશ્વના મોટાભાગના દેશો રશિયાની વિરુદ્ધ છે. જોકે, બાઈડને સ્પષ્ટ કર્યું હતું કે તે પોતાની સેના યુક્રેન નહીં મોકલે. નાટો દેશોની એક ઇંચ જમીનની પણ રક્ષા કરશે. અમે સાથે મળીને G-7 દેશો રશિયાને જવાબ આપીશું. VTB સહિત 4 વધુ રશિયન બેંકો પર પ્રતિબંધો લાદવામાં આવશે. બિડેને કહ્યું, મારી રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવાની કોઈ યોજના નથી. તે ભૂતપૂર્વ સોવિયત સંઘને પુનઃસ્થાપિત કરવા માંગે છે. મને લાગે છે કે તેની મહત્વાકાંક્ષાઓ આ ક્ષણે આપણે જ્યાં છીએ તેની બરાબર વિરુદ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.