લંડનઃ ઈંગ્લેન્ડના રાજવી પરિવારના પ્રિન્સ ચાર્લ્સમાં કોરોના વાઈરસના કેટલાક લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતો. જે પોઝિટિવ આવ્યો છે. હાલ તેમનું સ્વાસ્થ્ય સારૂ છે. ચાર્લ્સ છેલ્લા કેટલાક સમયથી ઘરે રહીને જ કામ કરી રહ્યા છે. જોકે, તેમની પત્ની કેમિલાને કોરોના વાઈરસની અસર થઈ નથી. તેમનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. આ રોયલ દંપતિને હાલ સ્કોટલેન્ડમાં સેલ્ફ-આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
દંપતિને સરકાર તેમજ તબીબી સલાહ મુજબ સ્કોટલેન્ડમાં સેલ્ફ-આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અબેરદીનશાયરમાં NHS દ્વારા કોરોના વાઈરસનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.