મોસ્કો: ઉત્તરપશ્ચિમ મોસ્કો ક્ષેત્રમાં એમઆઇ-8 હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્રણ ક્રૂના મોત નીપજ્યા હતા. ઇમર્જન્સી સર્વિસીસના પ્રવક્તાએ મંગળવારે સ્પુટનિકને જણાવ્યું હતું. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, MI-8 હેલિકોપ્ટરની દુર્ઘટના દરમિયાન આ વિમાનમાં સવાર ત્રણ ક્રૂ મેમ્બર્સના મોત થયા હતા.
પ્રવક્તાએ જણાવ્યું કે, સર્ચ ટીમને ક્રેશ સાઇટ પર બંને ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યા હતા. "બંને બ્લેક બોક્સની શોધ કરવામાં આવી છે- ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને ઓન-બોર્ડ વોઇસ રેકોર્ડર" તેમણે ઉમેર્યું હતું કે, બંને બ્લેક બોક્સ સંતોષકારક સ્થિતિમાં છે. ક્લીન શહેરથી લગભગ 20 કિલોમીટર દૂર એક તાલીમ ઉડાન કરતી વખતે, એમઆઇ -8 હેલિકોપ્ટર મંગળવારે સાંજે ઉતરાણ કરી હતી. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ક્રૂમેનના મોત થયા હતા. પ્રારંભિક માહિતી અનુસાર, ક્રેશ તકનીકી ખામીને કારણે થયું હોવાની સંભાવના છે.