મોસ્કો: મળતી માહિતી મુજબ આ રસી મોસ્કોની ગામેલ્યા સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે. મંગળવારે રશિયાના આરોગ્ય મંત્રાલયે આ રસીને સફળ ગણાવી હતી. આ સાથે, વ્લાદિમીર પુતિને જાહેરાત કરી કે ટૂંક સમયમાં રશિયામાં આ રસીનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં રસીના ડોઝ બનાવવામાં આવશે.
વ્લાદિમીર પુતિને કહ્યું કે, તેમની પુત્રીને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેને આ નવી રસી આપવામાં આવી હતી. તેનું તાપમાન થોડા સમય માટે વધ્યું પણ હવે તે એકદમ ઠીક છે.
વિશ્વમાં કોરોના વાઇરસની રસી બનાવવા માટે ટ્રાયલ ચાલી રહ્યા છે. WHO મુજબ 100થી વધુ દેશમાં રસી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં અમેરિકા, બ્રિટન, ઇઝરાઇલ, ચીન, રશિયા, ભારત જેવા દેશો શામેલ છે. ભારતમાં કોરોના વાઇરસની રસી હાલમાં માનવ પરિક્ષણ સ્ટેજ પર છે.