ETV Bharat / international

કોરોના વાઈરસઃ રોમે પોતાના જન્મદિવસની ઉજવણી લૉકડાઉનમાં જ કરી - આંતરરાષ્ટ્રીય ન્યૂઝ

કોરોના વાઈરસના કહેરને કારણે રોમ તેનો 2773મો જન્મદિવસ ઉજવી શકશે નહી. આ ભયાનક બિમારીને લીધે કોલિઝિયમ સામે પરંપરાગત ગ્લેડીએટર્સ અને પરેડ સાથે રોમ તેનો જન્મદિવસ ઉજવી શકશે નહીં. આપને જણાવી દઈએ કે, ઇટાલી 10 માર્ચથી રાષ્ટ્રીય લોકડાઉન હેઠળ છે.

Etv Bharat
rome
author img

By

Published : Apr 22, 2020, 1:21 PM IST

રોમ:કોરોના વાઈરસના કહેરને કારણે રોમ તેનો 2773મો જન્મદિવસ ઉજવી શકશે નહી. આ ભયાનક બિમારીને લીધે કોલિઝિયમ સામે પરંપરાગત ગ્લેડીએટર્સ અને પરેડ સાથે રોમ તેનો જન્મદિવસ ઉજવી શકશે નહીં. આપને જણાવી દઈએ કે, ઇટાલી 10 માર્ચથી રાષ્ટ્રીય લોકડાઉન હેઠળ છે.

હાલની સ્થિતિને ધ્યાને રાખી કોરોના રોગથી બચવા માટે રોમમાં કોઈ પણ પ્રકારની ઉજવણી કર્યા વગર લોકોને ઘરમાં રહેવાનું અપીલ કરવામાં આવી છે.

મેયર વર્જિનિયા રગ્ગાએ કહ્યું કે ટીવી ચેનલ પર રોમ શૉ પ્રસાારિત કરવામાં આવશે. જેમાં રોમની સ્થાપના અને તેના પ્રથમ રાજા રોમ્યુલસ દ્વારા જે રીતે રોમના દેશની ઉજવણી કરવામાં આવતી તે બધુ આ શૉ માં બતાવવામાં આવશે.

ઇટલીમાં દેશવ્યાપી લૉકડાઉન 10 માર્ચથી જ લાગુ કરવામાં આવ્યું હતું અને અત્યારે તે કોરોના વાઇરસના 2જા ચરણમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે ત્યારે સૌથી વધુ નુકસાન બિઝનેસમાં થઇ રહ્યું છે.

સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો ફેલાવો અને તેનાથી મોતના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે તેનાથી વિશ્વ સ્તરે 1,70,000 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ તમામની વચ્ચે ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, સ્પેન અને જર્મીની અમુક સ્થળોએ લોકોને કામ કરવામાં છૂટ આપી રહી છે. જેમ કે, હેર ડ્રેસર, ડેન્ટિસ્ટ અને કન્સ્ટ્રક્શન કારીગરોને તથા અમુક દૂકાનોને પણ છૂટ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.