- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લાસગો પહોંચી ગયા છે
- UK-ભારત વ્યૂહાત્મક જોડાણની 2030 બ્લુપ્રિન્ટની સમીક્ષા કરશે
- બોમ્બ વિશ્વને ખતમ કરી દેશે તે કાલ્પનિક નહીં પણ વાસ્તવિક છેઃ બ્રિટનના વડા પ્રધાન
સ્કોટલેન્ડ: બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને(British PM Boris Johnson) વૈશ્વિક આબોહવા સમિટનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે વિશ્વ વિનાશની આરે ઉભું છે. જ્હોન્સને પૃથ્વીની સ્થિતિની તુલના કાલ્પનિક પાત્ર 'જેમ્સ બોન્ડ' સાથે કરી હતી, જેની સાથે બોમ્બ જોડાયેલો છે જે વિશ્વનો નાશ કરી શકે છે અને બોન્ડ તેને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્હોન્સને વૈશ્વિક નેતાઓની સામે કહ્યું કે આપણે લગભગ સમાન પરિસ્થિતિમાં છીએ અને જે બોમ્બ વિશ્વને ખતમ કરી દેશે તે કાલ્પનિક નહીં પણ વાસ્તવિક છે.
PM મોદીનું ગ્લાસગોની હોટલમાં ભવ્ય કરવામાં આવ્યું હતું
અગાઉ રોમમાં જી-20 સમિટમાં ભાગ લીધા બાદ અહીં પહોંચતા વડાપ્રધાન મોદીએ ટ્વીટ(PM Modi tweet) કર્યું હતું કે, 'ગ્લાસગો પહોંચી ગયા છીએ. હું COP26 માં હાજરી આપીશ, જ્યાં હું આબોહવા પરિવર્તનને સંબોધવા અને આ સંદર્ભે ભારતના પ્રયત્નોને સ્પષ્ટ કરવા માટે અન્ય વિશ્વ નેતાઓ સાથે કામ કરવા આતુર છું. ગ્લાસગોની હોટલમાં મોદીના આગમન પર વડાપ્રધાનનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં વિદેશી ભારતીય અને ભારતીય ડાયસ્પોરાના પ્રતિનિધિઓનું એક વિશાળ જૂથ તેમના સ્વાગત માટે પહેલેથી જ હાજર હતું. સમૂહે ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. આ ઉપરાંત ભારતનું નિવેદન પોલેન્ડના વડા પ્રધાન મેટિઆઝ મોરાવીકી પછી આવશે. આ પછી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન નિવેદન આપશે.
PM મોદી બ્રિટિશ વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે
COP26માં ભાગ લીધા બાદ PM મોદી બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. સૂત્રોના અનુસાર જોનસન-મોદી ચર્ચાવિચારણામાં ખાસ કરીને યુકે-ભારત ક્લાઈમેટ નેક્સસ પર ફોકસ રહેશે. UK-ભારત વ્યૂહાત્મક જોડાણની 2030 બ્લુપ્રિન્ટની સમીક્ષા કરવામાં આવશે, જેના પર આ વર્ષે મે મહિનામાં બંને નેતાઓની ડિજિટલ બેઠક દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ G7 દેશોની બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા થશે
આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયન સરકારે ભારત બાયોટેકસ કોવેક્સિનને રસીકરણની સ્થિતિને માન્યતા આપી