ETV Bharat / international

PM મોદી અને બ્રિટનના વડાપ્રધાન વચ્ચે થઇ ફોન પર વાતચીત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા - કોવિશીલ્ડ

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન (Britain PM Boris Johnson)ને સોમવારના PM મોદીની સાથે ફોન પર વાત કરી. બંને નેતાઓ વચ્ચે ભારત-બ્રિટન વેપાર (Indo-British trade) અને સંરક્ષણ વાતચીતની સમીક્ષા (Review of defense conversations)તથા જળવાયુ પરિવર્તન (Climate change)ના મુદ્દા પર ચર્ચા થઈ.

PM મોદી અને બ્રિટનના વડાપ્રધાન વચ્ચે થઇ ફોન પર વાતચીત

author img

By

Published : Oct 11, 2021, 8:48 PM IST

  • PM મોદી અને બ્રિટનના વડાપ્રધાન વચ્ચે થઈ વાતચીત
  • વેપાર, સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય યાત્રા ખોલવાના મુદ્દે થઈ ચર્ચા
  • કોવિશીલ્ડ લેનારાઓએ હવે બ્રિટનમાં ક્વોરન્ટાઇન નહીં રહેવું પડે

લંડન: બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન (Britain PM Boris Johnson) અને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારના ટેલિફોન પર વાતચીત કરી. આ દરમિયાન તેમણે ભારત-બ્રિટન વેપાર (Indo-British trade) અને સંરક્ષણ વાતચીત (Defense Conversations), બંને દેશોની વચ્ચે આતંરરાષ્ટ્રીય યાત્રાને ખોલવા અને કૉપ-26ના સંદર્ભમાં જળવાયું કાર્યવાહીના લક્ષ્યાંક પર ચર્ચા કરી. ડાઉનિંગ સ્ટ્રીટે આ જાણકારી આપી છે.

કોવિશીલ્ડ રસી લીધી હશે તો ક્વોરન્ટાઇન રહેવાની જરૂર નહીં રહે

બ્રિટને 4 દિવસ પહેલા જાહેરાત કરી હતી કે એ ભારતીય પ્રવાસીઓ જેમણે કોવિશીલ્ડના બંને ડોઝ અથવા તેના દ્વારા માન્ય કોઈ બીજી રસીના તમામ ડોઝ લીધા હશે તેમને 11 ઑક્ટોબરથી 10 દિવસના ક્વોરન્ટાઇનમાં રહેવાની જરૂરિયાત નહીં રહે. બ્રિટનના વડાપ્રધાન કાર્યાલય 'ડાઉનલિંગ સ્ટ્રીટ'એ જણાવ્યું કે, 'બ્રિટનના ભારતીય રસીને મંજૂર કરવાના નિર્ણયનું બંને પક્ષોએ સ્વાગત કર્યું. ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવક્તાએ જણાવ્યું કે, વડાપ્રધાન (જ્હોન્સન) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈ અને આંતરરાષ્ટ્રીય મુસાફરીને સાવધાનીપૂર્વક શરૂ કરવાના મહત્વની ચર્ચા કરી.'

બ્રિટન દ્વારા ભારતીય રસીને માન્ય ગણવાના પગલાનું સ્વાગત

તેમણે કહ્યું કે, તેઓ સંમત થયા છે કે બ્રિટન દ્વારા ભારતીય રસીને માન્ય કરવી આ દિશામાં આવકારદાયક પગલું છે. દ્વિપક્ષીય સંબધોના સંદર્ભમાં બંને નેતાઓએ એક વેપાર કરારની દિશામાં પ્રગતિનું સ્વાગત કર્યું અને HCS ક્વીન એલિઝાબેથના નેતૃત્વમાં 'યુકે કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ'ની મુલાકાતને બંને દેશોની વચ્ચે વ્યૂહાત્મક ભાગેદારીને મજબૂત કરવાના સંકેત તરીકે ચિન્હિત કરવામાં આવી.

યુકે-ભારત સંબંધોની મજબૂતાઈ અંગે ચર્ચા કરી

વડાપ્રધાનોએ, 2030 રોડમેપ પર થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું. મે મહિનામાં જ્હોન્સન અને મોદીએ આ અંગે સહમતી દર્શાવી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "તેઓએ યુકે-ભારત સંબંધોની મજબૂતાઈ અંગે ચર્ચા કરી હતી અને 2030 રોડમેપ પર થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું, કેમકે મેમાં વડાપ્રધાન જ્હોન્સન અને વડાપ્રધાન મોદીએ તેના પર સંમતિ વ્યક્ત કરી હતી. આમાં વેપાર અને સંરક્ષણ જેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે."

આ પણ વાંચો: અમેરિકા સાથે બેઠક પહેલા જ તાલિબાને 'બોમ્બ ફોડ્યો', આ મુદ્દે મદદ નહીં કરવાનું કર્યું એલાન

આ પણ વાંચો: અફઘાનિસ્તાન મસ્જિદ બ્લાસ્ટ : 100 થી વધુ લોકોના મોતની આશંકા, IS એ હુમલાની જવાબદારી લીધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.