અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃતદેહોને બહાર કાઢવાનો કામ શરૂ કરાયો છે. જો કે, ધુમાડા અને રાખના કારણે લોકોના મૃતદેહને બહાર કાઢવામાં તકલીફ થઇ રહી છે. હોસ્પિટલમાં બુધવારના રોજ બે લોકોના મોત નીપજ્યા હતા.
મળતી માહિતી મુજબ, મૃતકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ઘટનામાં 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી અમુક લોકોની હાલત અત્યંત ગંભીર છે. સોમવારના રોજ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. જે સમય દરમિયાન 47 પ્રવાસીઓ ત્યાં હજાર હતા. વ્હાઇટ આઇલેન્ડ નોર્થ દ્વિપ તટથી લગભગ 50 કિલોમીટર દુર સ્થિત છે. જ્યાં હજારો પ્રવાસીઓ ફરવા આવે છે.
વૈજ્ઞાનિકોએ 3 ડિસેમ્બરે જ્વાળામુખી ફાટવાની ભીતિ વ્યક્ત કરી હતી. જો કે, તીવ્રતા એટલી નહોતી કે, તેનાથી પ્રવાસીઓને કોઇ ખતરો હોય, જેને જોતા કોઇ ચેતાવણી વ્યક્ત કરવામાં આવી નહોતી. વ્હાઇટ આઇલેન્ડ ન્યૂઝીલેન્ડની મુખ્ય ધરતીના તૌરુંગા શહેરની ઉત્તરમાં 50 કિલોમીટર દૂર છે. આ ટાપુ પરનો જ્વાળામુખીનો 70 ટકા ભાગ દરિયામાં છે. આ ટાપુ પર સલ્ફર કાઢવા માટે ખોદકામ કરાતું હતું, પણ 1914માં જ્વાળામુખી ફાટયો હતો અને એમાં ખોદકામ કરી રહેલા 12 મજૂરોના મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ આ ખાણો બંધ કરાઈ હતી.