ETV Bharat / international

પૂર્વી મ્યાનમારમાં સૈન્યના હવાઇ હુમલા બાદ હિંસા વધુ તીવ્ર, 510 પ્રદર્શનકારીઓના મોત - થાઇલેન્ડની સીમા પાર કરી

મ્યાનમાર સેનાએ મંગળવારે દેશના પૂર્વી ભાગ પર હવાઈ હુમલો કર્યો હતો. જેના પગલે હિંસાની સ્થિતી વધુ તીવ્ર બની હતી.

પૂર્વી મ્યાનમારમાં સૈન્યના હવાઇ હુમલા બાદ હિંસા વધુ તીવ્ર

author img

By

Published : Mar 31, 2021, 12:05 PM IST

  • સુરક્ષા દળોએ હવાઈ હુમલો કર્યા બાદ ભાગી રહેલા લોકોને મ્યાનમાર પાછા ફરવા દબાણ કર્યું
  • હવાઈ હુમલામાં 6 નાગરિકોના મોત થયા છે. જ્યારે, 11 ઇજાગ્રસ્ત થયા હતા.
  • પ્રદર્શનમાં ઓછામાં ઓછા 510 પ્રદર્શનકારીઓ મૃત્યુ પામ્યા છે

થાઇલેન્ડ: મ્યાનમારની સેનાએ મંગળવારે દેશના પૂર્વી ભાગ પર હવાઈ હુમલો કર્યો હતો. જે બાદ, હિંસાની પરિસ્થિતિ વધુ તીવ્ર બની છે. આ હુમલાઓ પછી, હજારો કેરેન વંશીય લઘુમતીઓએ આશ્રય માટે થાઇલેન્ડની સીમા પાર કરી હતી. થાઇલેન્ડના વડાપ્રધાન પ્રયુત ચન-ઓચાએ આ વાતથી ઇન્કાર કર્યો છે કે, તેમના દેશના સુરક્ષા દળોએ સપ્તાહાંતમાં હવાઈ હુમલો કર્યા બાદ ભાગી રહેલા લોકોને મ્યાનમાર પાછા ફરવા દબાણ કર્યું છે.

આ પણ વાંચો: મ્યાનમારમાં સત્તાપલટ બાદનો 'લોહિયાળ દિવસ', લગભગ 100 લોકોના મોત

હવાઈ હુમલામાં 6 નાગરિકોના મોત

વડાપ્રધાને કહ્યું હતું કે, તે પોતાની ઇચ્છાથી ઘરે પરત ફર્યો છે. જો કે, પૂર્વ મ્યાનમારની પરિસ્થિતિ ખૂબ જોખમી બની રહી છે. ત્યાં, કરેન લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કરતી મુખ્ય રાજકીય સંસ્થા 'કરેન નેશનલ યુનિયન' (KNU) ના વિદેશી બાબતોના વિભાગના વડા, સૉ તૉ નીએ જણાવ્યું હતું કે, મંગળવારે થયેલા હવાઈ હુમલામાં 6 નાગરિકોના મોત થયા છે. જ્યારે, 11 ઇજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો: લશ્કરી બળવા પછી મ્યાનમારમાં વિરોધ અને પ્રાર્થના

ઓછામાં ઓછા 510 પ્રદર્શનકારીઓ મૃત્યુ પામ્યા

મ્યાનમાર સૈન્યના હુમલાના પગલે, KNUએ તેના એક સશસ્ત્ર એકમ દ્વારા નિવેદન આપ્યુ હતું કે, "સેના તમામ મોર્ચાથી આપણા પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે" અને તેણે પાછા લડવાનો સંકલ્પ કર્યો છે. મ્યાનમારની સેનાએ ફેબ્રુઆરીમાં લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી સરકારને સત્તા પરથી પલટાવી દીધી હતી. જેના પગલે દેશભરમાં દેખાવો શરૂ થયા હતા. જેમાં, ઓછામાં ઓછા 510 પ્રદર્શનકારીઓ મૃત્યુ પામ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.