બ્રેઝિંગ : આખું વિશ્વ હાલમાં કોરોના વાઈરસના રોગચાળા સામે લડી રહ્યું છે. હજી સુધી કોઈ કોરોના વાઈરસની રસી બનાવવામાં આવી નથી. ત્યારે વિશ્વને હવે 'બુબોનિક પ્લેગ' જેવા ખતરનાક રોગના નવા ખતરોનો સામનો કરવો પડ્યો છે.
પશ્ચિમ મંગોલિયામાં 15 વર્ષના કિશોરનું બુબોનિક પ્લેગ રોગથી મોત થયું છે. કિશોર મર્માટ (ખિસકોલીની પ્રજાતિનું એક જંતુ) ખાય બાદ સંક્રમિત થયો હતો. દેશના સ્વાસ્થ મંત્રાલયના પ્રવક્તા નારંગગ્રેલ ડોર્ઝે કહ્યું કે, મર્માટ ખાયા બાદ અન્ય 2 કિશોરને પણ એન્ટીબાયોટિક દવા આપવામાં આવી રહી છે.
મંગોલિયા સરકારે લોકોને મર્માટનું શિકાર ન કરવા તેમજ તેને ન ખાવાની ચેતવણી આપી છે. આ વચ્ચે ચીનની અધિકારીક એજન્સી શિન્હુઆએ કહ્યું કે, મંગોલિયાને ઉત્તરી ક્ષેત્રમાં પ્લેગથી સંક્રમિત એક દર્દીની હાલત ગંભીર છે.
એજન્સીએ કહ્યું કે, તેમના સંપર્કમા આવેલા 15 લોકોને પણ રવિવારે પૃથક કેન્દ્રમાંથી રજા આપવામાં આવી છે.