ETV Bharat / international

કોરોનાનો કહેર : ઈટાલીમાં મૃત્યુઆંક 1800ને પાર, 64000થી વધુ લોકો ઘરે પરત ફર્યા - વાયરસ

કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસનો ફેલાવો ચીન બાદ સૌથી વધુ ઈટાલીમાં છે. આ વાયરસના કારણે ઈટાલીમાં 1800થી વધુ લોકોના મોત નિપજ્યા છે. માત્ર રવિવારે જ 368 લોકોના મોત થયા હતા. કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં 5700થી વધુ લોકોને ભરખી ગયો છે. આ વાયરસને વિશ્વ આરોગ્ય સંગઠને વૈશ્વિક કટાકટી જાહેર કરી છે. દુનિયાભરના દેશો આ મહામારીથી ઉગરવા હર સંભવ પ્રયાસો કરી રહ્યા છે.

Italian architect behind world stadiums dies of virus at 92
કોરોના વાયરસનો કહેરઃ ઈટલીમાં મૃત્યુઆંક 1800ને પાર, 64000થી વધુ લોકો તંદુરસ્ત થઈ ઘરે પહોંચ્યા
author img

By

Published : Mar 16, 2020, 11:33 AM IST

ઈટાલી : વિશ્વભરમાં કોરોના વાયરસ ભગભગ 150 દેશોમાં ફેલાયેલો છે. આ વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1,53,648 છે, જ્યારે 5,746 લોકોના મોત થઈ ચુક્યા છે. ચીનમાં કોરોના વાયરસ 3,213 લોકોને ભરખી ગયો છે. જ્યારે ઈટાલીમાં ચીન બાદ સૌથી વધુ લોકોના મોત નિપજ્યા છે.

ચીનમાં હાલ વાયરસનો ફેલાવો ઘટી રહ્યો છે. ઈટાલીમાં રવિવારે કોરોના વાયરસના કારણે 368 લોકોના મોત નિપજ્યા હતા. જે અત્યાર સુધી એક જ દિવસમાં મરનારા લોકોની સંખ્યામાં સૌથી વધુ છે. ઈટાલીમાં આ વાયરસના કારણે 1809 લોકોના મોત નિપજ્યા છે. ઈટાલીના નાગરિક સુરક્ષા સેવા તરફથી મીડિયાએ જાહેર કરેલા આંકડા અનુસાર ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 24,747 થઈ છે. આ વાયરસનું યુરોપીય કેન્દ્ર મિલાન વિસ્તારમાં આવેલું લોમ્બાર્ડી છે. ઉલ્લેખનીય છે કે, 67,479 લોકોને આ વાયરસના ચેપમાંથી મુક્ત કરી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.