ઈટલી: કોરોના રૂપી કેર હવે ઈટલીમાં પણ પહોંચી ગયો છે. જેના લીધે ઈટલીના 12 શહેર સંપૂર્ણ બંધ કરવા પડ્યા છે. કોરોના વાયરસના કારણે અત્યારસુધી ઈટલીમાં 2 લોકોનાં મોત થયાં છે. ઈટલીની આર્થિક રાજધાની મિલાનના મેયરે સરકારી કાર્યાલય બંધ કરવાનો આદેશ આપ્યો છે. વેનેતોમાં કોરોના વાયરસના કારણે 78 વર્ષીય શખ્સનું મોત થયું છે. જ્યારે લોમ્બાર્ડીમાં 77 વર્ષીય મહિલાનું મોત થયું છે.
ઈટલીમાં વાયરસની તપાસમાં 54 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી તેમના સંપર્કમાં આવેલા હજારો લોકો અને કર્મચારીઓમે તેમની તપાસના રિપોર્ટ આવવા સુધી અગલ સ્થળે રાખવામાં આવશે. હોમગાર્ડે વેનેતાના એક બંધ હોસ્પિટલમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
લોમ્બાર્ડી સરકારના અધિકારીઓએ જણાવ્યું કે, પ્રાંતમાં 39 કેસની પૃષ્ટી કરવામાં આવી છે. જેથી 10 શહેરોને બિનજરૂરી પ્રવૃત્તિઓ અને સેવાઓ સ્થગિત કરવા આદેશ આપવામાં આવ્યો છે. વિનેતા પ્રાંતમાં 12 કેસની પૃષ્ટી કરવામાં આવી છે, જેમાંથી એક વ્યક્તિનું શુક્રવારે મોત થયું હતું. 2 બીજા પ્રાંતમાં કોરોના વાયરસના કેસની પૃષ્ટી કરવામાં આવી છે.