ETV Bharat / international

બર્લિનમાં સરકારે કોરોના રોકવા લીધેલા પગલાથી અસંતુષ્ટ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું, એક વ્યક્તિનું મોત - ઓળખપત્રની તપાસ

જર્મનીમાં કોરોના વાઈરસ (Corona Virus)ને રોકવા માટે સરકારના પગલાથી અસંતુષ્ટ લોકોના પ્રદર્શન દરમિયાન અનેક લોકોને કસ્ટડીમાં (Custody) લેવામાં આવ્યા હતા. તે દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસે પ્રદર્શન કરી રહેલા 600 લોકોને કસ્ટડીમાં લીધા છે.

બર્લિનમાં સરકારે કોરોના રોકવા લીધેલા પગલાથી અસંતુષ્ટ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું, એક વ્યક્તિનું મોત

author img

By

Published : Aug 3, 2021, 8:53 AM IST

  • જર્મનીમાં કોરોના વાઈરસને (Corona Virus) રોકવા સરકારે લીધેલા પગલાંથી લોકો અસંતુષ્ટ
  • અસંતુષ્ટ લોકોએ સરકારના પગલાં સામે વિરોધ (Protest) પ્રદર્શન કર્યું
  • પોલીસે પ્રદર્શન કરતા 600 લોકોને કસ્ટડીમાં લીધા, એક વ્યક્તિનું મોત

બર્લિનઃ જર્મનીમાં કોરોના વાઈરસને રોકવા માટે સરકારે જે પગલાં લીધા છે. તેનાથી લોકો અસંતુષ્ટ છે. તો આવા લોકોએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે વિરોધ કરી રહેલા 600 લોકોને કસ્ટડીમાં લીધા છે. જ્યારે 49 વર્ષીય એક વ્યક્તિનું કસ્ટડી દરમિયાન મોત થયું છે. આ અંગે બર્લિન પોલીસે માહિતી આપી હતી.

આ પણ વાંચો- કોડીનારમાં ખેડૂતો વીફર્યાં, સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર ચક્કાજામ, Congress MLA જોડાયાં

પ્રતિબંધ છતા હજારોની સંખ્યામાં લોકો વિોધ કરવા ભેગાં થયા હતા

પોલીસે જણાવ્યું હતું કે, સોમવારે મિટ્ટા જિલ્લામાં અધિકારી જ્યારે વ્યક્તિના ઓળખપત્રની તપાસ (Identity card check) કરી રહ્યા હતા ત્યારે તેણે પોતાના હાથમાં અને છાતીમાં ધ્રુજારીની ફરિયાદ કરી હતી. કોરોનાના કારણે પ્રતિબંધ છતા જિલ્લામાં હજારો લોકો પ્રદર્શનમાં સામેલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, અધિકારીઓએ એમ્બુલન્સ આવવા સુધી વ્યક્તિની પ્રાથમિક સારવાર કરી હતી. જોકે, તે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત થઈ ગયું હતું. તે વ્યક્તિના મોતના મામલામાં તપાસ શરૂ કરી દેવાઈ છે. સ્થાનિક અધિકારીઓએ વીકેન્ડ પહેલા પ્રદર્શન કરી રહેલા લોકો પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ બર્લિનમાં પ્રદર્શનકારીઓએ આ પ્રતિબંધની અવગણના કરી હતી.

આ પણ વાંચો- Omar Abdullahએ સુરક્ષા મંજૂરી પર જમ્મુ-કાશ્મીર પોલીસના આદેશનો કર્યો વિરોધ

જર્મનીમાં કોરોનાના કેસ વધ્યા

બર્લિન પોલીસે પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા માટે રવિવારે 2,000થી વધુ અધિકારીઓને તહેનાત કર્યા હતા. વિભાગે જણાવ્યું હતું કે, આ અધિકારીઓ સાથે પ્રદર્શનકર્તાઓએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને તેમની પર હુમલો કર્યો હતો. બર્લિન પોલીસે કહ્યું હતું કે, પ્રદર્શનકર્તાઓએ પોલીસની ઘેરાબંધી તોડવાનો પ્રયાસ કર્યો હતો અને અમારા સહયોગીઓને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે અધિકારીઓએ 600 લોકોને કસ્ટડીમાં લીધા હતા અને પ્રદર્શનકર્તાઓ તો પણ શહેરમાં રેલી કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ રવિવારે જર્મનીમાં કોરોનાના નવા 2,097 કેસ નોંધાયા હતા, જે ગયા રવિવારના કેસ કરતા 500 વધુ હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.