ઈરાનની રાજધાની તેહરાનમાં ખામનેઇની ટીપ્પણી બાદ ટ્રમ્પે ટ્વિટ કર્યું કે, "ઈરાનના કથિત સર્વોચ્ચ નેતા' જે હવે એટલા સર્વોચ્ચ નથી રહ્યા, તેમણે અમેરિકા અને યુરોપ વિશે કેટલીક ખરાબ વાતો કરી છે".
ટ્રમ્પે કહ્યું કે ખુમૈનીએ તેમના ભાષણમાં જે કહ્યું તે તેની ભૂલ છે. હકીકતમાં, ખુમૈનીએ પોતાના ભાષણમાં ટ્રમ્પ પર હુમલો કરતાં અમેરિકાને 'ખરાબ' ગમાવ્યું અને અમેરિકા બ્રિટન, ફ્રાંસ અને જર્મનીને પોતાનો હાથ બનાવી રહ્યું છે તેવા આક્ષેપો પણ કર્યા.
ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે, 'તેમની અર્થવ્યવસ્થા તૂટી રહી છે અને તેની જનતા પરેશાન છે. તેમણે બોલતી વખતે સાવચેત રહીને બોલવું જોઈએ'.