વૉશિંગ્ટનઃ બુધવારે અમેરિકામાં કોરોના વાઈરસથી મરનારની સંખ્યા 4 હજારનો આંકડો વટાવી ગઈ છે. જેના પગલે હવે આ આંકડો 4076 પર પહોંચ્યો છે.
વિશ્વના 202 દેશમાં વાઈરસ ફેલાયો છે. આખી દુનિયામાં 8,58,892 લોકો આ વાઈરસથી સંક્રમિત થયા છે. જેમાં 42,158 લોકોના મોત થયા છે.
ચીનમાં 81,518 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે 3305 લોકોએ જીવ ગુમાવ્યો છે.
આ તકે યુરોપમાં કોરોનાના કારણે 30 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ સાથે જ મૃતકનો સત્તાવાર આંકડો 30,063 થયો છે. જેમાં ઈટલીમાં સૌથી વધુ 12,428 લોકોના મોત થયા છે. જ્યારે સ્પેનમાં 8,189, ફ્રાંસમાં 3,523 લોકોના મોત થયા છે.
ઈરાકમાં ત્રણ હજાર લોકોના મોત થયા છે. જ્યારે સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 864 લોકોના મોત થયા છે. જેના પગલે કુલ મૃત્યઆંક 9000ની પાર પહોંચ્યો છે.