ન્યૂઝડેસ્ક : જર્મનીના ચાન્લેસર એન્જેલા મર્કેલે જણાવ્યું કે ક્યારથી જાહેર જીવનને રાબેતા મુજબ કરવા માટેની તારીખ જાહેર કરાશે તે વિશે કશું કહી શકાય નહિ, કેમ કે હાલની સ્થિતિમાં તેમ કરવું ગેરજવાબદારી ગણાશે. હાલમાં જર્મનીમાં 19 એપ્રિલ સુધી પ્રતિબંધો મૂકાયેલા છે.
"અમે જો અત્યારે તારીખ જાહેર કરીએ તો અમે ખરાબ સરકાર કહેવાશું," એમ મર્કેલે સોમવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આવશ્યક સેવાઓ સિવાયની બાબતો પર તથા અવરજવર પર કડક પગલાં મૂકાયેલા છે તેમાં છુટછાટ અંગેના સવાલના જવાબમાં તેમણે આમ કહ્યું હતું.
કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે જર્મન સરકારે બે કે વધુ લોકોને એકઠા થવા પર મનાઈ કરેલી છે.
રાબેતા મુજબની સ્થિતિ ક્યારે?
જોકે જર્મનીના ગૃહ વિભાગે એક મુસદ્દો તૈયાર કરાયો છે, જેમાં કેવી રીતે પ્રતિબંધો હટાવવા અને રાબેતા મુજબની સ્થિતિ તરફ પાછા ફરવું તે માટેની યોજના તૈયાર કરાઈ છે એમ સમાચાર સંસ્થા રોઇટરે જણાવ્યું હતું.
ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોમાંથી 80 ટકા લોકો પર સતત નજર રાખવા સહિતના ઉપાયોની ચર્ચા તેમાં કરવામાં આવી છે.
ચેપ લાગ્યાનો ટેસ્ટ પરથી ખ્યાલ આવે તેમને અને તેમની સાથે સંપર્કમાં આવેલી વ્યક્તિઓને તેમના ઘરે અથવા હોટેલોમાં ક્વૉરેન્ટાઇન કરાશે.
અહેવાલો અનુસાર 19 એપ્રિલથી રિટેલ સ્ટોર્સ અને રેસ્ટોરન્ટ ખૂલી શકે છે. કેટલાક વિસ્તારોમાં કદાચ શાળાઓ પણ ખોલવામાં આવી શકે છે. જોકે હજી થોડો સમય માટે ખાનગી ઉજવણીઓ, જાહેર કાર્યક્રમો કે લોકોને એકઠા કરવા પર પ્રતિબંધ રહેશે.
આ ઉપરાંત બેસમાં, ટ્રેનમાં, ફેક્ટરીમાં અને ઇમારતોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાશે તેવું પણ દરખાસ્તમાં હોવાનું જણાવાયું હતું. પૂરતા પ્રમાણમાં માસ્કનો જથ્થો ઉપલબ્ધ થાય તે પછી આવો નિર્ણય લેવાશે તેમ મનાય છે.
'ઇતિહાસની સૌથી મોટી કસોટી'
કોરોના વાયરસની મહામારી એ યુરોપિય સંઘે તેના ઇતિહાસમાં જોયેલી સૌથી મોટી કટોકટી છે, એમ પણ સોમવારે મર્કેલે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે જર્મની યુરોપિય સંઘને મજબૂત કરવામાં ફાળો આપવા તૈયાર છે.
"મારી દૃષ્ટિએ... યુરોપિય સંઘ તેની સ્થાપના પછીના સૌથી મોટા સંકટ સામે એક થઈને ઊભું છે," એમ મર્કેલે પત્રકારોને જણાવ્યું હતું. યુરોપિય સંઘ માટે આર્થિક ઉકેલ માટેની યોજના ઘડવા સભ્ય દેશોના નાણા પ્રધાનો વચ્ચે કૉન્ફરન્સ યોજવાની તૈયારી ચાલી રહી છે.
"સૌ કોઈને નુકસાન થયું છે એટલે તે સૌ કોઈના હિતમાં છે, તે જર્મનીના હિતમાં છે કે યુરોપ આ કસોટીમાંથી ઝડપથી બહાર આવે."
કોરોના વાયરસ: COVID-19ના સામના માટે જર્મનીની મેડિકલ સ્ટુડન્ટ્સની મહેનત
સમગ્ર જર્મનીમાં મેડિકલનું ભણી રહેલા વિદ્યાર્થીઓએ કોરોના વાયરસના રોગચાળા સામે કામગીરમાં સ્વેચ્છાએ કામગીરી બજાવવાની ઓફર કરી છે. આ રીતે વિદ્યાર્થીઓ સહાય કરવા માટે આવી ગયા છે તેના કારણે હૉસ્પિટલને પણ ઘણી રાહત મળી રહી છે.
'મળે તે સૌની મદદની જરૂર છે'
લેવેકે અને દુબ્રાલ આવા જે બે વિદ્યાર્થીઓ છે, જેઓ બીજા હજારો વિદ્યાર્થીની જેમ સ્વેચ્છાએ કામગીરી બજાવવા માટે જોડાઇ ગયા છે. Medis vs. COVID-19 એવા નામ સાથે શરૂ થયેલા ફેસબૂક ગ્રૂપની પહેલથી તેની શરૂઆત થઈ હતી. તેમાં હવે 20,000 જેટલા વિદ્યાર્થીઓ સભ્ય તરીકે જોડાઈ ગયા છે.
હવે તેની વેબસાઇટ પણ શરૂ કરવામાં આવી છે. તેના પર જઈને મેડિકલ વિદ્યાર્થી કઈ હોસ્પિટલને મદદ કરનાર વ્યક્તિની જરૂર છે તેની માહિતી મેળવી શકે છે.
આવું જ એક ગ્રુપ ઓસ્ટ્રીયામાં પણ તૈયાર થયું હતું અને તેમાં પણ 5,000થી વધુ સભ્યો થઈ ગયા છે. આ ઉપરાંત Match4Healthcare નામનો પ્રોજેક્ટ પણ ચાલે છે, જેના દ્વારા પણ તબીબીનું ભણતા વિદ્યાર્થીઓ કે બીજા સ્વંયસેવકો હોસ્પિટલ સંચાલકો સાથે સંપર્ક કરી શકે.
લૉકડાઉન હટાવી દીધા પછીની યોજના ઘડવા માટે જર્મનીની તૈયારી
જર્મન સરકારે સોમવારે જણાવ્યું હતું કે 19 એપ્રિલ સુધી અવરજવર પર પ્રતિબંધો મૂકાયેલો છે, તેમાં કઈ તારીખથી છુટછાટ અપાશે તેનો હજી નિર્ણય કરાયો નથી.