સિયોલ: દક્ષિણ કોરિયાએ સોમવારે કહ્યું કે, તેણે કોવિડ-19ની (Covid-19) સારવાર માટે ફાઈઝર દ્વારા તૈયાર કરાયેલી ગોળી 'પેક્સલોવિડ'ના (Paxlovid tablet) ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.
ખાદ્ય અને ઔષધ સુરક્ષા મંત્રાલયે આપી માહિતી
ખાદ્ય અને ઔષધ સુરક્ષા મંત્રાલયે (Ministry of Food and Drug Safety)સોમવારે કહ્યું કે, તેને આશા છે કે પેક્સલોવિડની મંજૂરી કોવિડ-19ની સારવારમાં વૈવિધ્ય લાવશે અને દર્દીઓને ગંભીર સ્થિતિમાંથી બહાર કાઢશે. દેશમાં કોવિડ-19ના વધી રહેલા કેસ વચ્ચે સરકારે આ દવા આપી છે.
કોરિયાની રોગ નિયંત્રણ અને નિવારણ એજન્સીએ જણાવ્યું
કોરિયાની રોગ નિયંત્રણ અને નિવારણ એજન્સીએ જણાવ્યું કે, સરકારે 3,62,000 દર્દીઓ માટે પેક્સલોવિડ ગોળીઓ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પેક્સલોવિડ ટેબ્લેટની (Disease Control and Prevention Agency) ડિલિવરી આવતા વર્ષે જાન્યુઆરીના મધ્યમાં થશે.દક્ષિણ કોરિયાએ કોવિડ-19 અને તેની સારવાર માટે મર્ક દ્વારા વિકસાવવામાં આવેલી ગોળી 'મોલનુપીરાવીર' ખરીદવા માટે પણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે 42,000 લોકોની સારવાર થઈ શકે છે. એજન્સીએ કહ્યું કે તે હજુ પણ આ દવાની મંજૂરીની સમીક્ષા કરી રહી છે.
આ પણ વાંચો:
PM Modi Meeting on Covid 19: કોરોના મહામારીની વર્તમાન સ્થિતિની કરી સમીક્ષા
Covid Vacination In India : કોરોના મહામારી વચ્ચે દેશમાં 60 ટકાથી વધુ લોકોએ લીધી વેક્સિન