લંડનઃ દુનિયામાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોના મોત થયા છે. બ્રિટનમાં કોરોના સંક્રમણમાંથી સાજા થયા બાદ બ્રિટિશ વડાપ્રધાન પ્રથમ વખત ડાઉનિંગ સ્ટ્રીટમાં જોવા મળ્યાં હતાં.
બ્રિટનમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે, જ્યારે એક લાખ 52 હજાર 840 લોકો સંક્રમિત છે. કહેવાઈ રહ્યું છે કે, વડાપ્રધાન બોરિસ જોનસન 7 મે પહેલા લોકડાઉનમાં ઢીલ આપી શકે છે.
મહત્વનું છે કે, દેશમાં લોકડાઉન સાત મે સુધી લાગુ કરવામાં આવ્યું છે, જો કે, વડાપ્રધાન ઈચ્છે તો આ પ્રતિબંધમાં ફેરફાર કે કોઈ જાહેરાત કરી શકે છે. જોનસન કોરોનામાંથી બહાર આવ્યા બાદ સોમવારથી તેમના કામ પર પરત ફર્યા છે.