- ભારતમાં કોરોનાની સ્થિતિ બગડતા ઓસ્ટ્રેલિયાએ નિર્ણય કર્યો
- ભારતથી ઓસ્ટ્રેલિયા આવતા તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી
- 15 મે સુધી ભારતથી એક પણ ફ્લાઈટ ઓસ્ટ્રેલિયા માટે ઉડાન નહીં ભરે
કૈનબરા (ઓસ્ટ્રેલિયા): ભારતમાં કોરોનાના સ્થિતિ એ જગજાહેર છે. વિશ્વના અનેક દેશ હાલમાં ભારત આવતા ડરી રહ્યા છે. ત્યારે ઓસ્ટ્રેલિયાએ 15 મે સુધી ભારતથી ઓસ્ટ્રેલિયા આવતી તમામ ડાયરેક્ટ ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતમાં કોરોનાના વાઈરસના કેસ સતત વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને આ અંગે જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ રાજકીય પાર્ટીઓ 2 મેએ વિજય સરઘસ નહીં યોજી શકે, ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ
કોરોનાના વધતા કેસના કારણે આ નિર્ણય લીધોઃ સ્કોટ મોરિસન
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે, 15 મે સુધી ભારતથી ઓસ્ટ્રેલિયા આવતી તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. ભારતમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ કેનેડાએ ભારત-પાકિસ્તાનથી આવનારી ફલાઈટ પર લગાવ્યો પ્રતિબંધ
દેશમાં 24 કલાલમાં કોરોનાના નવા 3,23,144 કેસ નોંધાયા
આપને જણાવી દઈએ કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,23,144 કેસ નોંધાયા હતા. જ્યારે 2,771 લોકોનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. આ સાથે જ દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા 1,97,894 થઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 28,82,204 છે. જ્યારે અત્યાર સુધી કુલ 1,45,56,209 લોકો ડિસ્ચાર્જ થયા છે.