- કોરોનાના કેસ વધતા ઓકલેન્ડમાં લોકડાઉન લગાવવાનો આદેશ
- ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા એડર્ને કેબિનેટ બેઠકમાં કર્યો નિર્ણય
- લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓને છોડીને તમામ સેવા બંધ રહેશે
ઓકલેન્ડઃ ન્યૂઝિલેન્ડમાં કોરોના વાઈરસનું સંક્રમણ ફરી વધી રહ્યું છે જેને ધ્યાનમાં રાખી ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન જેસિંડા એડર્ને દેશના સૌથી મોટા ઓકલેન્ડ શહેરમાં ત્રણ દિવસ માટે લોકડાઉન લગાવવાનો આદેશ કર્યો હતો. લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓને છોડીને તમામ સેવા બંધ રહેશે.
ન્યૂઝિલેન્ડમાં કોરોનાના કારણે અત્યાર સુધી 2,330 લોકો સંક્રમિત
ઓકલેન્ડના એક પરિવારના ત્રણ લોકોને કોરોના થયો હોવાની પુષ્ટિ થઈ છેે. ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન જેસિંડા એડર્ને જણાવ્યું હતું કે, ઘણા દિવસોથી કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આના કારણે જ આપણે સાવધાની રાખવાની જરૂર છે. ઓકલેન્ડમાં વિદ્યાર્થીઓ સહિત લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. જોકે, લોકડાઉન દરમિયાન સુપર માર્કે, પેટ્રોલ સ્ટેશન અને ફાર્મસી સહિતની આવશ્યક સેવાઓ ખુલી રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝિલેન્ડમાં અત્યાર સુધી કોરોનાના કારણે 2,330 લોકો સંક્રમિત થયા છે. જ્યારે ન્યૂઝિલેન્ડમાં કોરોનાના કારણે 25 લોકોના મૃત્યુ પણ થયા છે.