વોશિંગ્ટન: દક્ષિણ એશિયાના પ્રતિષ્ઠિત અમેરિકી વિશેષજ્ઞોએ કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતનો પ્રવાસ જોવો દિલચસ્પ રહેશે. આ પ્રવાસ ખુબ સફળ રહેશે.
વ્હાઈટ હાઉસે આ અઠવાડિયે જાહેરાત કરી છે કે, ટ્રમ્પનો પ્રથમ મહિલા સાથેનો 24 અને 25 ફેબ્રુઆરીનો અમદાવાદ અને દિલ્હીના પ્રવાસનો કાર્યક્રમ છે.
21મી સદીના ત્રીજા દશકામાં આ અમેરિકી રાષ્ટ્રપતિની પહેલી દ્વિપક્ષીય યાત્રા હશે અને મહાભિયોગ બાદની પણ પહેલી જ યાત્રા હશે.
કાર્નેજી એન્ડોમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસના સીનિયર ફેલો ટેલિસે કહ્યું કે, મને લાગે છે કે, ટ્રમ્પની આ યાત્રાને નીહાળવી ખુબ જ દિલચસ્પ રહશે. તેમજ સફળ પણ રહશે.
ટ્રમ્પના અમદાવાદ પહોંચતા લાખો લોકો દ્વારા તેનું જોરશોરથી સ્વાગત કરવામાં આવશે તેની આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નવ નિર્મિત મોટેરા સ્ટેડિયમમાં હજારો લોકોની સામે ઐતિહાસિક ભાષણ આપે તેવી પણ શક્યતાઓ છે.