- કાબુલમાં બકરીઇદની નમાઝ દરમિયાન રોકેટ હુમલો
- ત્રણ રોકેટથી હુમલો થયાના ખબર મળ્યા
- વિસ્ફોટ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પાસે થયો
કાબુલ (અફઘાનિસ્તાન) : રાજધાની કાબુલમાં બકરી ઇદની નમાઝ દરમિયાન રોકેટ હુમલો થયો હતો. અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ અશરફ ગની આજે જે દરમિયાન ઈદની નમાઝ અદા કરી રહ્યા હતા. તે દરમિયાન રાષ્ટ્રપતિ ભવન પાસે રોકેટથી હુમલો થયો હતો. એક પછી એક ત્રણ રોકેટ ચલાવવામાં આવ્યા હોવાની ખબર છે.
આ પણ વાંચો : કાબુલ સ્કૂલ વિસ્ફોટમાં મૃત્યુઆંક 53 પર પહોંચ્યો
રાષ્ટ્રપતિ અને તેમના સાથીઓ પ્રાર્થના કરવા માટે ભેગા થયા હતા
રાષ્ટ્રપતિ ગની તેમના સાથીઓ સાથે રાષ્ટ્રપતિ ભવનના સંકુલમાં પ્રાર્થના કરવા માટે ભેગા થયા હતા. તે જ સમયે રાષ્ટ્રપતિ ભવન પાસે કેટલાક રોકેટ આવી પડ્યા હતા. આ સમય દરમિયાન રાષ્ટ્રપતિ ગનીએ પ્રાર્થનાઓ કરવાનું ચાલુ રાખ્યું અને તેમના ચહેરા પર કોઈ ભય દેખાઇ ન હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી 4 દેશી બનાવટના બૉમ્બ સાથે આરોપી ઝડપાયો
પરવાન-એ-સે વિસ્તારથી રોકેટ ચલાવાયા
આ હુમલાથી થયેલા નુકસાન અંગે હજી સુધી જાણકારી મળી નથી. અફઘાનિસ્તાનના ટોલોન્યૂઝના સૂત્રોના જણાવ્યા અનુસાર, પરવાન-એ-સે વિસ્તારથી રોકેટ ચલાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો -
- બૉમ્બ બ્લાસ્ટ કેસ: આરોપીને અમદાવાદ સેન્ટ્રલ જેલ લાવવાની અરજી કોર્ટે ફગાવી
- ઈરાકની રાજધાની બગદાદમાં ઈદના એક દિવસ પહેલા Bomb blast, 25 લોકોના મોત
- Jammu air force station Blast: જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં થયા 2 વિસ્ફોટ, NIAની ટીમ પહોંચી
- Lahore Bomb Blast : હાફિઝ સઈદના ઘર પાસે ધડાકો, 12 લોકો ઈજાગ્રસ્ત
- Maharastra : મંત્રાલયમાં બોમ્બ રાખવાની ધમકી, એકની ધરપકડ
- નેપાળના લાહાનની સરકારી ઑફિસમાં બોમ્બ બ્લાસ્ટ, આઠ લોકો ઘાયલ