ETV Bharat / international

તાલિબાની લડવૈયાઓ વિજય બાદ એમ્યુઝમેન્ટ પાર્કમાં માણી રહ્યા છે આનંદ, વીડિયો વાયરલ

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ ઉજવણી કરતા તાલિબાની લડવૈયાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તાલિબાની લડવૈયાઓ પાર્ક અને જીમમાં કસરત કરવાની મજા માણી રહ્યા છે.

Talibani fighter
Talibani fighter
author img

By

Published : Aug 17, 2021, 5:03 PM IST

  • અફઘાનિસ્તાનમાં અરાજકતાનું વાતાવરણ
  • લોકો કોઈપણ રીતે દેશ છોડીને ભાગી જવાનો કરી રહ્યા છે પ્રયાસ
  • તાલિબાની લડવૈયાઓ પાર્ક અને જીમમાં કસરત કરતા હોવાનો વીડિયો વાયરલ

કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કાબુલ પર (Taliban gained control) અંકુશ મેળવ્યા બાદ અને રાષ્ટ્રપતિ અશરફ ગની (President Ashraf Ghani) દેશ છોડીને ગયા બાદ અરાજકતાનું વાતાવરણ છે. લોકો કોઈપણ રીતે દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તાલિબાની લડવૈયાઓ વિજય બાદ એમ્યુઝમેન્ટ પાર્કમાં માણી રહ્યા છે આનંદ, વીડિયો વાયરલ

આ પણ વાંચો: સુરતમાં PHD કરી રહેલા અફઘાન નાગરિકે કાબુલમાં રહેતી પત્ની અને બે દીકરીઓ માટે ટિકિટ બુક કરાવી અને વ્યથા વણસી..

વીડિયોમાં તાલિબાની લડવૈયાઓ બમ્પર કાર ચલાવતા જોઇ શકાય છે

આ અરાજકતાના દ્રશ્યો કાબુલ એરપોર્ટ (Kabul Airport) અને અન્યત્ર જોવા મળે છે. જ્યારે તાલિબાની લડવૈયાઓ પાર્ક અને જીમમાં કસરત કરવાની મજા માણી રહ્યા છે. વિજય બાદ તાલિબાનીઓનો મસ્તી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રોઇટર્સના વરિષ્ઠ રિપોર્ટર હામિદ શાલિઝી (senior reporter Hamid Shalizi) એ પોસ્ટ કરેલા વીડિયોમાં તાલિબાની લડવૈયાઓ બમ્પર કાર ચલાવતા જોઇ શકાય છે.

આ પણ વાંચો: તાલિબાને 'માફી' જાહેર કરી મહિલાઓને સરકાર સાથે જોડાવાની અપીલ કરી

તાલિબાનીઓ ખુશી સાથે ટ્રેમ્પોલીન પર કૂદતા જોવા મળ્યા

ટ્વિટર પર બહોળા પ્રમાણમાં શેર કરાયેલા અન્ય વીડિયોમાં તાલિબાનીઓના જૂથને નાના બાળકો માટે એક મૈરી ગો રાઉન્ડ (merry go round) ની સવારી કરતા જોઈ શકાય છે. ફ્રીલાન્સ પત્રકાર અસદ હન્ના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા અન્ય વીડિયોમાં તાલિબાનીઓ ખુશી સાથે ટ્રેમ્પોલીન (trampoline) પર કૂદતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો તાલિબાનની ક્રૂરતા અને અત્યાચારના ઘણા વીડિયોથી તદ્દન વિપરીત

સોશિયલ મીડિયા યુઝર્સના જણાવ્યા અનુસાર તાલિબાની દ્વારા આ વીડિયોને કેપ્ચર કર્યા બાદ અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર હેરતમાં એક એમ્યુઝમેન્ટ પાર્કમાં શૂટ કરવામાં આવ્યો હતો. આ સિવાય તાલિબાની લડવૈયાઓ એક વીડિયોમાં રાષ્ટ્રપતિ મહેલ (Presidential palace) ના જીમમાં કસરત કરતા જોવા મળ્યા હતા. અવારનવાર સોશિયલ મીડિયા પર આપણે અફઘાન મહિલાઓ પર તાલિબાનના અત્યાચારના વીડિયો જોતા હોઈએ છીએ, પરંતુ આ વીડિયો તાલિબાનની ક્રૂરતા અને અત્યાચારના ઘણા વીડિયોથી તદ્દન વિપરીત છે.

સોમવારના વીડિયોમાં ફિલ્મ નિર્માતા સહરા કરીમી કાબુલની શેરીઓમાં અંધાધૂંધી વચ્ચે દોડતી જોવા મળી હતી

સોમવારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં અફઘાનિસ્તાનની અગ્રણી મહિલા ફિલ્મ નિર્માતાઓમાંની એક સહરા કરીમી કાબુલની શેરીઓમાં અંધાધૂંધી વચ્ચે દોડતી જોવા મળી હતી. વીડિયો એક સંદેશ સાથે વાયરલ થયો હતો કે, ફિલ્મ નિર્માતાએ થોડા દિવસો પહેલા પોસ્ટ કરી હતી. જેમાં તેણે અફઘાનિસ્તાનના લોકો પરના અત્યાચાર વિશે વાત કરી હતી અને દરેકને તેનો સંદેશ વ્યાપકપણે ફેલાવવાની વિનંતી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.