ETV Bharat / international

સીરિયાએ બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારમાં બોમ્બમારો કર્યો, ચારના મોત - તુર્કી સરહદ નજીક બોંબ ફેક્યા

સીરિયન સરકારે શનિવારે તુર્કી સરહદ નજીકના એક શહેરમાં બળવાખોરો પર બોંબમારો કર્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.

સીરિયાએ બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારમાં બોમ્બમારો કર્યો, ચારના મોત

author img

By

Published : Oct 17, 2021, 12:49 PM IST

  • તુર્કી સરહદ નજીકના એક શહેરમાં બળવાખોરો પર બોમ્બમારો કર્યો
  • ચાર લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા
  • મૃતકોમાં ત્રણ સ્થાનિક પોલીસ સામેલ

બેરૂત: સીરિયન સરકારે શનિવારે તુર્કીની સરહદ નજીકના એક શહેરમાં બળવાખોરો પર બોંબ ફેક્યા હતા, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો આ હુમલાથી ઘાયલ થયા હતા. સીરિયન વિપક્ષી કાર્યકરોએ આ માહિતી આપી હતી.

ચારના મોત, અનેક ધાયલ

સરમાદા શહેર પર બોંબમારો એવા સમયે થયો છે જ્યારે સીરિયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં બળવાખોરોના કબજાવાળા વિસ્તારોમાં તણાવ વધી રહ્યો છે. ગયા વર્ષે માર્ચમાં આ ક્ષેત્રમાં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, જેનું ગયા અઠવાડિયે ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. બ્રિટન સ્થિત માનવાધિકાર સંગઠન 'સીરિયન ઓબ્ઝર્વેટરી' એ કહ્યું કે, મૃતકોમાં ત્રણ સ્થાનિક પોલીસ હતા જેમના સ્ટેશન પર સીધો હુમલો કરવામાં આવ્યો હતો. સંગઠને કહ્યું કે આ હુમલામાં 17 લોકો ઘાયલ પણ થયા છે.

આ પણ વાંચો : 2022-24 માટે UNHRCમાં ભારત ફરી ચૂંટાયું, જાણો કેટલામી વખત ભારત ચૂંટાયું

આ પણ વાંચો : બ્રિટનથી આવતા લોકો માટે ભારતે નરમ વલણ અપનાવ્યુંઃ આરોગ્ય મંત્રાલય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.