સિઓલ: કોરોના વાઇરસ સંકટ પર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, અમારી સરકાર પડોશીઓને ભાગીદારી માટે નવી તક આપી શકે છે. એક સ્થાનિક સમાચાર એજન્સીના એક અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સોમવારે સયુક્ત રાષ્ટ્રની આગેવાની હેઠળના પ્યોંગયાંગ પરના પ્રતિબંધોનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં.
નોંધનીય છે કે, સોમવારે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન અને રાષ્ટ્રપતિ મૂન જે-ઈન વચ્ચે ઐતિહાસિક પાનમૂનજોમ સંમેલનની બીજી વર્ષગાંઠનો દિવસ હતો. એક અહેવાલ મુજબ, કેટલાક અઠવાડિયાથી કિમ જોંગ જાહેરમાં જોવા મળ્યાં નથી. જેથી તેમની તબિયત અંગે પણ ઘણી અટકળો ચાલી રહી છે.