રશિયા: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2036 સુધી પદ સંભાળી શકે છે. કારણ કે, બુધવારે નાગરિકોએ દેશની રાજકીય પરિસ્થિતિની તરફેણમાં મત આપ્યો હતો. બંધારણ સુધારણા અંગેના મતથી સાબિત થયું છે કે પુતિનનું વર્ચસ્વ હજી અકબંધ છે.
રશિયાના બંધારણીય સુધારાઓ અંગેના રાષ્ટ્રવ્યાપી જનમત સંગ્રહમાં મતદાનનનો સમય બુધવારે પૂર્ણ થયો હતો. એક અહેવાલ મુજબ પુતિન આ જીત સાથે 2036 સુધી રાષ્ટ્રપતિ બની શકે છે.
સેન્ટ્રલ ઇલેક્શન કમિશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આંકડા વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રશિયન બંધારણમાં સુધારણા માટેનું મતદાન સાંજ (સ્થાનિક સમય) સુધીમાં 64.99 ટકા પર પહોંચી ગયું છે. મતમાં 25 જૂનથી પડેલા મતનો સમાવેશ થાય છે.