- અફઘાનિસ્તાનના કંધાર એરપોર્ટ પર રોકેટ દ્વારા હુમલો
- તાલિબાનોએ એરપોર્ટ પર ત્રણ રોકેટ હુમલા
- તમામ ફ્લાઇટ્સ રદ કરાઇ
કંધાર : અફઘાનિસ્તાનના(Afghanistan) કંધાર એરપોર્ટ (Kandhar Airport) પર રોકેટ (Rocket Attack)દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહીતી મુજબ, તાલિબાનોએ એરપોર્ટ પર ત્રણ રોકેટ હુમલા કર્યા છે, આ ઘટના બાદ તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
અફઘાન સેના અને તાલિબાનની વચ્ચે સંઘર્ષ
અફઘાનિસ્તાનની ધરતીથી અમેરિકન સેનાની વાપસી બાદથી જ અફઘાન સેના અને તાલિબાનની વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી તાલિબાને હુમલા વધાર્યા છે. તાલિબાન હવે કંધાર પર કબજો કરવાના પ્રયત્નમાં છે, જે અત્યારે પણ ઘણી હદ સુધી અફઘાન સેનાના નિયંત્રણમાં છે.
આ પણ વાંચો : Friendship Day 2021: દોસ્તીના સંબંધને મજબૂત કરે છે 'ફ્રેન્ડશીપ ડે', જાણો શા માટે ઉજવવામમાં આવે છે આ દિવસ
હુમલા બાદ એરપોર્ટથી તમામ ફ્લાઇટ્સ રદ્દ
મળતી માહીતી મુજબ કંધાર એરપોર્ટ પર અધિકારીઓ દ્વારા રૉકેટ હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે. એજન્સીએ એરપોર્ટના ચીફ મશૂદ પશ્તૂનના કહ્યા પ્રમાણે જણાવ્યું કે, દક્ષિણ અફઘાનિસ્તાનમાં આવેલા કંધાર એરપોર્ટ પર ઓછામાં ઓછા ત્રણ રૉકેટ હુમલા થયા છે. આ હુમલા બાદ એરપોર્ટથી તમામ ફ્લાઇટ્સ રદ્દ કરી દેવામાં આવી છે. કંધાર અત્યારે પણ અફઘાન સરકારના નિયંત્રણમાં છે, પરંતુ અત્યારે અહીં તાલિબાન ઝડપથી કબજો કરવાના પ્રયત્નમાં છે.
-
Rockets hit Kandahar airport in Afghanistan, airport official: AFP pic.twitter.com/sRtxK5Rm0t
— ANI (@ANI) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Rockets hit Kandahar airport in Afghanistan, airport official: AFP pic.twitter.com/sRtxK5Rm0t
— ANI (@ANI) August 1, 2021Rockets hit Kandahar airport in Afghanistan, airport official: AFP pic.twitter.com/sRtxK5Rm0t
— ANI (@ANI) August 1, 2021
આ પણ વાંચો : Spicejet ઓગસ્ટથી 16 નવી ફ્લાઇટ શરૂ કરશે
નિર્દોષ લોકોને મારવામાં આવી રહ્યા છે
કંધાર અફઘાનિસ્તાનના મહત્વના શહેરોમાંથી એક છે. છેલ્લા કેટલાક દિવસથી અહીં તાલિબાને હુમલાઓ તેજ કરી દીધા છે. રૉકેટ હુમલા થઈ રહ્યા છે. નિર્દોષ લોકોને મારવામાં આવી રહ્યા છે. સ્થિતિ એ છે કે લોકો પોતાનું ઘર છોડીને રિફ્યુજી કેમ્પમાં રહેવા મજબૂર છે. સરકારે કંધારમાં એક રેફ્યુજી કેમ્પ બનાવ્યો છે, જેમાં 11 હજારથી વધારે પરિવારો રહી રહ્યા છે. કંધારના સાંસદ સૈયદ અહમદ સૈલાબે કેટલાક દિવસ પહેલા જણાવ્યું હતું કે ઈદ બાદ તાલિબાને અફઘાનિસ્તાની સેના પર હુમલાઓ તેજ કરી દીધા છે.લોકો તાલિબાન અને અફઘાનિસ્તાન સેના વચ્ચેના યુદ્ધમાં ફસાઈ ગયા છે. સ્થિતિ એ છે કે અનેક ગામડાઓથી હજારો લોકો સુરક્ષિત સ્થળોની તલાશમાં ઘરથી ભાગવા મજબૂર છે.