આ સંવાદમાં રણનીતિક રીતે મહત્વપૂર્ણ હિંદ-પ્રશાંત વિસ્તારને મુક્ત બનાવવા અને સહિયારા હિતોનું રક્ષણ કરવા બાબતે વાતચીત થઇ હતી. આ સંવાદ પર ચર્ચા કરતાં, તાજેતરમાં ભારતીય નૌસેનાના પ્રવક્તા તરીકે પદભાર સંભાળનાર કેપ્ટન ડી કે શર્માએ ક્હ્યું છે કે આ સંવાદ કોઇ લશ્કરી ગઠબંધન નથી. તેમનું માનવું છે કે ભારત અને યુએન વચ્ચે નવેમ્બરમાં યોજાનારી પ્રથમ સંયુક્ત ટ્રાઇ સર્વિસીસ કવાયત એ બંને દેશો વચ્ચેનો વિશ્વાસ વધારવા માટે આયોજીત છે. સિનિયર જર્નાલિસ્ટ સ્મિતા શર્મા સાથે વાત કરતાં તેઓએ આ કવાયત પર પ્રકાશ પાડ્યો છે.
વિદેશ પ્રધાનોના સ્તર સુધીમાં ક્વાડના સુધારણાનું કેટલું મહત્વ છે?
કેપ્ટન (નિવૃત્ત) ડી કે શર્મા - ચતુર્ભુજ સુરક્ષા સંવાદ અથવા તેનું ગઠન લશ્કરી કવાયત નથી. હું આ વાત આટલા દ્રઢ વિશ્વાસ સાથે એટલા માટે કહું છું કારણ કે માલાબરે જાપાનને ઉમેર્યું છે. જાપાન ઉમેરવામાં આવ્યું છે કારણ કે જાપાનમાં રહેલા યુએસ બેઝનો ઉપયોગ માલાબાર માટે કરવામાં આવતો હતો. પહેલાં તેનો ઉપયોગ વૈકલ્પિક રીતે થતો, હવે તે નિયમિત છે. ઑસ્ટ્રેલિયા સાથે મુખ્યત્વે ત્રણ મોટી દ્વિપક્ષીય વાર્તા થઈ, 2014, 2016 અને 2019માં. આ એક ખૂબ જ જટિલ કવાયત છે. ભારતીય નૌકાદળ દર બે વર્ષમાં ઓપરેશન મિલન કરે છે. ઓસ્ટ્રેલિયા તેનો ભાગ રહ્યો છે. હાલ પૂરતું ક્વૉડ લશ્કરી કવાયત સિવાય બધું જ છે.
70th નેશનલ ડે મીલીટરી પરેડમાં નવા શસ્ત્રો પ્રદર્શીત કરી ચીન શું સંદેશ આપવા માંગે છે?
કેપ્ટન (નિવૃત્ત) ડી કે શર્મા - તે સુપર પાવર છે અને તેમની પોતાની કંઇક મહત્વકાંક્ષા છે. આપણી પાંસે પણ નવા શસ્ત્ર સરંજામ હોય તો તે ગર્વથી દેખાડીએ. જો કંઇ જોખમી લાગશે તો તે રીતે વિચારાશે.
શું ભારતનું વલણ હવે યુએસ તરફી ઢળી રહ્યું છે?
કેપ્ટન (નિવૃત્ત) ડી કે શર્મા - ના, આપણે કોઇના તરફી નથી. આપણે પોતાના અનુસાર જ દરેક વખતે વર્તન કરીએ છીએ. આપણે કોઇની વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે કોઇ અન્ય સાથે હાથ નથી મીલાવ્યા.
દ્વીપક્ષીય વાતચીતની સફળતા બાદ પ્રથમ ભારત-યુએસ ટ્રાઇ સર્વિસ કવાયત થવાની છે. તે કેટલી મહત્વપૂર્ણ છે?
કેપ્ટન (નિવૃત્ત) ડી કે શર્મા - તે નવેમ્બરમાં યોજાનારી છે. આ તમામ પ્રકારની કવાયતો જે ભારત અમેરિકા કે અન્ય કોઇ પણ દેશ સાથે કરે છે તે પ્રગતિના પંથે આગળ વધવા માટે કરે છે. આગામી સમયમાં સાથે કામ કરવાનું થાય આપણી પાસે પૃષ્ઠભૂમિ હોય. જ્યારે આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાઇ. તો આપણે આ પ્રેકટીસ કરીએ છીએ, એક બીજાની કાર્ય કરવાની રીતથી માહીતગાર થઇએ છીએ. આ બધી કવાયત સરળતા કેળવવા માટે છે.
મલાબાર કવાયત આટલા વર્ષો પછી હવે કેવી અસરકારક છે?
કેપ્ટન (નિવૃત્ત) ડી કે શર્મા - આ લગભગ બે દાયકાઓથી ચાલે છે. જ્યારે અમેરિકાએ આ કવાયત આપણી સથવારે શરૂ કરી હતી ત્યારે તે ખૂબ જ નાના પાયે શરૂ કરી હતી, આપણે તેમની સરખામણી કરી શકીએ તેમ નહોતા. અમેરિકી સૈન્ય બળની 3જા, 5માં અને 7માં કાફલાની આપણે તુલના કરી ન શકીએ. તેથી 1990થી ભારત-અમેરિકા વચ્ચેની મલાબાર કવાયત ત્યારથી ચાલી આવે છે. પરંતુ હું સ્પષ્ટ કરી દઉં કે આપણે તેમની સાથે કોઇ જોડાણ નથી કરી રહ્યા. આપણે એક સ્વતંત્ર દેશ છીએ. આપણે પણ આપણી કવાયતો કરીએ છીએ, જોકે આપણે તેમની પાંસેથી ઘણું બધું શીખ્યા છીએ.
શું આ ચીન સામે શક્તિપ્રદર્શનનો મોટો સંદેશ છે?
કેપ્ટન (નિવૃત્ત) ડી કે શર્મા - વર્ષ 2008માં મોટા પાયે ચાંચિયાગીરી શરૂ થઇ હતી અને ભારતીય નૌકાદળે ગલ્ફમાં જહાજો મોકલ્યા હતા. 2012માં પણ ચીન તરફથી PLA જહાજોના કાફલા આવી રહ્યા હતાં. તેઓ સબમરીન પણ મોકલતા હતા. તે આપણા પાણી માપી રહ્યા છે. તો જો આપ સબમરીનને શોધવા માટે નીકળો તો તમારી પાસે કેટલીક માહીતી હોવી જરૂરી છે. જો આ પ્રકારની ચાંચિયાગીરી રોકવી હોય તો તમામ તાકાતો, જે દરિયાઇ સ્વાતંત્ર્યમાં વિશ્વાસ ધરાવે છે તેઓએ સાથે મળીને કામ કરવું પડશે. પરસ્પર વ્યાપારીક કામગીરી માટે તેનો ઉપયોગ થતો હોય છે પરંતુ જો કોઇ તમારા દરીયાઇ વિસ્તારમાં ઘુસે તો તે ગંભીર બાબત છે.
ભારતીય દરયાઇ સીમા માટે ભારત સામે સૌથી મોટો પડકાર શું છે?
કેપ્ટન (નિવૃત્ત) ડી કે શર્મા - આપણી સામે કોઇ પડકાર નથી. આપણી પાસે ત્રી-પાંખીય તાકાત છે અને આપણી પાસે પૂરતા પ્રમાણમાં આયુધો અને ટેકનોલોજી છે, જેનાથી આપણે દરીયાઇ સુરક્ષા પ્રત્યે ખૂબ જ જાગૃત છીએ. છેલ્લા અનેક વર્ષોથી જ્યારે પણ કુદરતી આપદા આવી છે, ભલે તે ભૂકંપ હોય, પૂર હોય કે વાવાઝોડું હોય, ભારતીય નૌકાદળે ત્વરીત પ્રતિક્રીયા આપતાં પગલા લીધા છે. ભલે કોઇ સમસ્યા માલદીવ, શ્રીલંકા, મેડાગાસ્કર, સેશેલ્સ, મોરીશ્યસ, બાંગ્લાદેશ કે મ્યાનમારમાં સર્જાઇ હોય, આપણે તે તમામ દેશોની સાથે છીએ જેની પાસે આવી સંપદા નથી. અને એક વાત સ્પષ્ટ છે કે આ મદદ પાછળ આપણું કોઇ કપટ નથી. ચીની દેવાની જાળ જેવી આપણા દેશની કાર્ય પ્રણાલી ક્યારેય નથી હોતી.