- નેપાળના રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદના સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી
- નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીએ ટ્વિટ કરીને સારા સ્વાસ્થ્યની કામના કરી
- ભારતના રાષ્ટ્રપતિ કોવિંદના હૃદયની સફળ સર્જરી પર ખુશી વ્યક્ત કરી
કાઠમંડુ: નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીએ મંગળવારે બાયપાસ સર્જરી કરાવનારા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઝડપથી સ્વસ્થ થાય તે માટે શુભકામના પાઠવી હતી.
આ પણ વાંચો: રામનાથ કોવિંદ હોસ્પિટલમાં દાખલ, ડૉક્ટરે આપી બાયપાસ સર્જરી કરાવવાની સલાહ
નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીનું ટ્વિટ
ટ્વિટર પર ટ્વિટ કરીને ભંડારીએ કહ્યું હતું કે, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તેમના હૃદયની સફળ સર્જરી પર ખુશી વ્યક્ત કરતાં, હું જલ્દીથી સ્વસ્થ થાય તે માટે શુભકામના પાઠવી હતી.
આ પણ વાંચો: દિલ્હીની AIIMSમાં મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બાયપાસ સર્જરી થવાની શક્યતા
એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હાલમાં દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે તેમની બાયપાસ સર્જરી થાય તેવી શક્યતા છે. આપને જણાવી દઈએ કે, શુક્રવારે રાષ્ટ્રપતિને છાતીમાં દુખાવો થતા તેમને દિલ્હીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તેમનું રૂટિન ચેકઅપ થયું હતું. ત્યારબાદ, ડોક્ટરોએ વધુ સારવાર માટે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. રાષ્ટ્રપતિ 27 માર્ચથી દિલ્હીની એઈમ્સમાં દાખલ છે.