કાઠમંડુ: નેપાળની શાસક પાર્ટી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં (NCP) થયેલી તકરાર વચ્ચે પાર્ટીના કાર્યકારી પ્રમુખ પુષ્પ કમલ દહલ 'પ્રચંડે' ગુરુવારે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને મળ્યા હતા. ભંડારીએ કેબિનેટની ભલામણ પર સંસદનું બજેટ સત્ર મોકૂફ રાખવાની ઘોષણા કર્યાના કેટલાક કલાકો પછી પ્રચંડ રાષ્ટ્રપતિને મળ્યા. એવું માનવામાં આવી રહ્યું છે કે, એનસીપીની ભૂતપૂર્વ નેતા રહી ચુકેલી ભંડારીને શાસક પક્ષની અંદર ચાલી રહેલા અણબનાવની માહિતી વિશે જાણકારી લીધી છે.
શરૂઆતમાં વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાષ્ટ્રપતિને મળ્યા હતા અને બજેટ સત્ર મુલતવી રાખવા વિનંતી કરી હતી.અગાઉ કાઠમંડુ સ્થિત રાજકીય વિશ્લેષક હરિ રોકાએ કહ્યું હતું કે ઓલી પાસે ફક્ત બે જ વિકલ્પો બાકી છે. ક્યાં તો તે વડા પ્રધાન પદે અથવા પાર્ટી અધ્યક્ષપદેથી રાજીનામું આપે.